Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

શામળાજીના વેણપુર પાસેથી 58 લાખનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું :962 પેટી દારૂ સાથે બે આરોપીઓને ઝડપી લેવાયા

ખોટા એન્જિન અને ચેસીસ નંબરવાળા કન્ટેનરમાં મોટાપાયે દારૂની હેરાફેરીનો પર્દાફાશ

અરવલ્લીઃ શામળાજીના વેણપુર પાસેથી.58 લાખનો વિદેશી દારૂ ભરેલું કન્ટેઇનર ઝડપ્યું છે ખોટા એન્જિન અને ચેસીસ નંબરવાળા કન્ટેનરમાં 962 પેટી વિદેશી દારૂ મળ્યો છે.

મળતી વધુ વિગત મુજબ બાતમીને આધારે પોલીસે શામળાજીના વેણપુર પાસે પસાર થઈ રહેલા કન્ટેઇનરને અટકાવી તપાસ કરી હતી. પોલીસ-તપાસમાં વિદેશી દારૂ ભરેલું કન્ટેઇનર જપ્ત કરવામાં આવ્યું છે. ખોટા એન્જિન અને ચેસીસ નંબર ધરાવતા કન્ટેનરમાંથી 962 પેટી દારૂ મળ્યો છે. જપ્ત કરાયેલો વિદેશી દારૂની કિંમત આશરે રૂ.58 લાખ થાય છે. પોલીસે વિદેશી દારૂના કન્ટેઇનર અને બે આરોપી સહિત રૂ.69 લાખનો મુદામાલ જપ્ત કરી લીધો છે.

(1:02 am IST)