Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

સુરતમાં માસુમ બાળકીની અતિ ક્રૂર હત્યા - રેપનો ભેદ ખુલ્યો : મોટરકાર સહિત બે આરોપી અમરસિંહ અને હરિસિંહને ઝડપી લેતી પોલીસ : મુખ્ય સૂત્રધાર હર્ષ સહાય ગુર્જર રાજસ્થાનમાંથી ઝડપાયો : ગૃહ મંત્રી પ્રદીપસિંહે પ્રેસ કોન્ફરન્સમાં વર્ણવી હચમચાવતી વિગતો

સુરતના પાંડેસરા વિસ્તારમાં ૧૩ દિવસ પૂર્વે ઈજાના ૮૬ નિશાનો સાથે મૃત હાલતમાં મળેલ બાળકીની ભાળ મેળવવા પોલીસે આકાશ પાતાળ એક કર્યા હતાઃ લોકરોષ ભભુકયો હતો : સુરત મજુરી કામ માટે માતા સાથે બાળકી આવી હતી : બાળકીની માતાની પણ હત્યા કરાઈ'તી

રાજકોટ, તા., ર૦: ૧૩ દિવસ પુર્વે સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ૧૧ વર્ષીય મૃત હાલતમાં બાળકી મળી આવી હતી. આ માસુમ બાળકીના ચહેરા પર માસુમીયત નિતરતી હતી અને તેના ઉપર અતિ ક્રુર અત્યાચાર કરવામાં આવ્યો હોવાનું બહાર આવતા લોકરોષ  ફાટી નિકળ્યો હતો. પોલીસે પણ માસુમ બાળકીની ભાળ મેળવવા અને તેના હત્યારાઓને પકડવા તમામ સ્તરે જાળ બિછાવી હતી. લોકો અને સ્વૈચ્છીક સંસ્થાઓએ પણ મદદ કરી હતી.
દરમિયાન જાણવા મળતી વિગતો મુજબ સુરત પોલીસે લોકોને હચમચાવતી માસુમ બાળકીની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે બે આરોપીને ઝડપી લીધો છે જેમાંથી એકનું નામ અમરસિંહ અને બીજાનું નામ હરિસિંહ હોવાનું જાણવા મળે છે. સુરત મજુરી કામ માટે માતા સાથે બાળકી આવી હતી. પોલીસે ગઇકાલે રાત્રે જ આ ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. ગુન્હામાં વપરાયેલી કાર પોલીસે કબ્જે કરી હતી.
આખરે સુરતના પાંડેસરામાંથી હત્યા કરાયેલી મળી આવેલી 11 વર્ષની બાળકીની ઓળખ થઈ ગઈ છે. રાજ્યમાં ચકચાર જગાવનાર કેસને અમદાવાદ ક્રાઇમબ્રાંચે ઉકેલી નાખ્યો છે. બાળકી રાજસ્થાનની હોવાનો ખુલાસો થયો છે. આ કેસમાં મુખ્ય આરોપી સહિત ત્રણ લોકોની રાજસ્થાનના ગંગાનગરમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે. આ બાળકીને રાજસ્થાનમાંથી અહીં લાવવામાં આવી હતી. પાંડેસરામાં તેના પર બળાત્કાર ગુજાર્યા બાદ તેની હત્યા કરી નાખવામાં આવી હતી. બાળકીની માતાની પણ હત્યા કરી નાખવામાં આવ્યાની આશંકા છે.
પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી હર્ષ સહાય ગુર્જરની ક્રાઇમ બ્રાંચે રાજસ્થાનના ગંગાનગરમાંથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ કેસમાં શુક્રવારે હત્યા માટે ઉપયોગમાં લેવામાં આવેલી કાર જપ્ત કરી લીધી હતી. પોલીસે આરોપીઓને શોધવા માટે ઘટના સ્થળના આસપાસને 300 જેટલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. ક્રાઇમ બ્રાંચે બનાવના દિવસની 1000 કારને ટ્રેક કરી હતી. જેમાંથી 100 જેટલી શંકાસ્પદ કારની તપાસ કરવામાં આવી હતી. સાથે જ મોબાઇલ ટાવરના કોલ રેકોર્ડની તપાસ કરવામાં આવી હતી.
પાંડેસરાની આ ક્રુર ઘટનાનો વિશે ચોંકાવનારો ખુલાસો થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુનાનો ભેદ ઉકેલ્યો છે. ACP રાજદીપસિંહ ઝાલાની ટીમે સમગ્ર ઓપરેશન પાર પાડ્યું છે. આ મામલામાં પહેલા માતાની હત્યા કરવામાં આવી હતી અને બાદમાં બાળકી પોતાની માતાની જીદ કરતા વારંવાર રડતી હોવાથી તેની પણ હત્યા કરી પાંડેસરામા ફેંકી દેવાઇ હતી. પોલીસને આશંકા છે કે આ મામલો દેહ વેપાર સાથે સંકળાયેલો હોઇ શકે છે.
બાળકીની હત્યાનો ભેદ ઉકેલાયા બાદ રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ એક પત્રકાર પરિષદ સંબંધો હતી. તેમણે જણાવ્યું હતું કે, 'આરોપીની રાજસ્થાનના ગંગાનગરમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે.' તેમણે જણાવ્યું હતું કે આ કેસમાં પોલીસ અને ક્રાઇમબ્રાંચની કામગીરી પ્રસંશનીય છે. આ મામલે પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. મૃત બાળકીની માતાની પણ લાશ મળી છે. આ સાથે જ ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, નરાધમોને કડક સજા મળશે.
રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ નરાધમોને પકડવામાં ગુજરાત પોલીસને મળેલી સફળતાને બિરદાવી હતી. ઘાસના ઢગલામાંથી સોય શોધવા સમાન આ કામ ગુજરાત પોલીસે ટેકનોલોજીની કનિદૈ લાકિઅ મદદથી કુનેહપૂર્વક પાર પાડ્યું છે. તેમણે ગુનેગારોને કડકમાં કડક સજાનો દાખલો બેસાડવામાં સરકારની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કનિદૈ લાકિઅ હતું કે, અકિલા આ પ્રકારના રાક્ષસી કૃત્ય કરનારાઓની કોઈ જાતિ હોતી નથી કે, તેમને કોઈ ધર્મ, કોઈ સમાજ કે વિસ્તાર સાથે સંબંધ હોતો નથી.
સુરત બાળકી મામલે રાજ્યનાં ગૃહ મંત્રીનું નિવેદન સામ આવ્યું છે જેમા તેમણે જણાવ્યું છે કે, આ ઘટના દુ:ખદ ઘટના છે. આ મામલામાં 400 પોલીસની ટીમો કામમાં લગાડવામાં આવી હતી. જે અંતર્ગત મોબાઈલ અને CCTVના આધારે કાર ઝડપાઈ હતી અને અન્ય રાજ્યોમાંથી પણ માહિતી મંગાવી હતી, હર્ષ સહાય ઘટનાનો મુખ્ય આરોપી હોય તેવી આશંકા સેવાઇ રહી છે. હર્ષ સહાય પાંડેસરા વિસ્તારમાં લેબર કોન્ટ્રક્ટર હતો. આરોપી સુરતથી ફરાર થયો હતો જેને શંકાના આધારે રાજસ્થાનના ગંગાનગરથી ઝડપી લેવામાં આવ્યો છે. આ મામલામાં એવો પણ ખુલાસો થયો છે કે, મહિલા, બાળકી આરોપીના ભાઈના ત્યાં કામ કરતા હતાં.
આ કેસમાં પોલીસે સુરતના એક વ્યક્તિની પણ અટકાયત કરી છે. પાંડેસરા ખાતે સોમેશ્વર સોસાયટીમાં રહેતા એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. પોલીસે જે ગાડી જપ્ત કરી હતી તે પાંડેસરાના હરિસિંહ ગુર્જરની હતી. આરોપીઓએ હત્યા માટે હરિસિંહની ગાડીનો ઉપયોગ કર્યો હોવાનો ખુલાસો થયો છે. અપહરણમાં ઉપયોગમાં લેવામાં આવેલી ગાડીના સીસીટીવી સામે આવ્યા બાદ પોલીસે આ કાર્યવાહી કરી હતી.
6 એપ્રિલના રોજ પોલીસને પાંડેસરા વિસ્તારમાંથી એક 11 વર્ષની બાળકીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. તપાસમાં માલુમ પડ્યું હતું કે આ બાળકીની બળાત્કાર બાદ હત્યા કરી દેવામાં આવી હતી. હત્યારાઓને શોધવા માટે 100થી વધારે પોલીસકર્મીઓ તેમજ અલગ અલગ એજન્સીઓને કામ લગાડવામાં આવી હતી. આ કેસને ઉકેલવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પણ સુરત પહોંચી હતી.

(11:05 pm IST)