Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

ગાંધીનગરમાં નવા સચિવાલયની કચેરીમાંથી તસ્કરોએ કોમ્પ્યુટરની ઉઠાંતરી કરી

ગાંધીનગર: શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે અતિ સુરક્ષિત ગણાતી એવી સચિવાલયની કચેરીમાંથી કોમ્પ્યુટરની ચોરી થતાં ચકચાર મચી છે. આ સંકુલમાં પ્રવેશતા અરજદારોના ખિસ્સા પણ ફંફોળી લેવાતાં હોય છે ત્યારે ચોર કોમ્પ્યુટર કેવી રીતે ચોરી ગયા તે પણ તપાસનો વિષય છે. હાલ તો આ સંદર્ભે સે-૭ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે. ગાંધીનગર શહેરમાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહયો છે. ત્યારે પોલીસ દ્વારા આ ગુનાઓને ઉકેલવા માટે દોડધામ કરાઈ રહી છે ત્યારે હવે સુરક્ષિત ગણાતી કચેરીઓમાં પણ તસ્કરો હાથ સાફ કરવા લાગ્યા છે. નવા સચિવાલય સંકુલમાં પ્રવેશ માંગવા જતાં અરજદારોને પાસ ઈસ્યુ કરવામાં આવે છે એટલું જ નહીં તેના ખિસ્સા પણ તપાસીને સંકુલમાં પ્રવેશ અપાય છે ત્યારે સુરક્ષા જવાનોથી સતત ઘેરાયેલી રહેતી સંકુલની કચેરીઓમાંથી કોમ્પ્યુટરની ચોરી થતાં અચરજ પેદા થઈ છે.
 

(5:38 pm IST)