Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

પોલીસે બાતમીના આધારે ચિલોડા નજીકથી કારમાંથી 36 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે બેની અટકાયત કરી

ગાંધીનગર:શહેર તેમજ જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે શહેર નજીક ચિલોડા હિંમતનગર હાઈવે ઉપરથી વિદેશી દારૃ ભરેલી કારને પકડવા માટે ચંદ્રાલા પાસે કરાયેલું કોર્ડન તોડી કાર ભાગી હતી અને તેને ચિલોડા પાસેથી ઝડપી લેવાઈ હતી. કારમાં સવાર બે શખ્સોની સાથે પોલીસે ૩૬ હજારનો વિદેશી દારૃ અને મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા હાલ દેશી વિદેશી દારૃને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવાઈ રહી છે જે અંતર્ગત જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના થાના ઈન્ચાર્જ દ્વારા બાતમીદારોને સક્રિય કરી દારૃની હેરાફેરી કરતાં વાહનો પકડવામાં આવી રહયા છે ત્યારે શહેર નજીક આવેલા ચિલોડા હિંમતનગર હાઈવે ઉપરથી વિદેશી દારૃ ભરેલી કાર પસાર થતી હોવાની બાતમી ચિલોડા પોલીસનેમળી હતી. જેના આધારે પીઆઈ એલ.ડી.વાઘેલાએ સ્ટાફના માણસોને ચંદ્રાલા પાસે કોર્ડન કરી વાહન ચેકીંગ કરવા સૂચના આપી હતી. જેને પગલે બાતમીવાળી કાર નં.જીજે-૦૧-એચજી-૮૮૨૫ પસાર થતાં તેને ઉભી રાખવા પ્રયાસ કરાયો હતો.
 

(5:38 pm IST)