Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

રણોલી નજીક પસાર થતા ટેન્કરની હડફેટે બાઈક ચાલક યુવાને ઘટનાસ્થળેજ દમ તોડ્યો

વડોદરા: નજીક રણોલી ગામ પાસેથી પસાર થતા નેશનલ હાઇવે પર ટેન્કરે ટક્કર મારતા બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળે જ મોત થયુ હતું. યુવક વડોદરા ખાતે એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો હતો અને બાઇક લઇને પોતાના વતન બોરસદ નજીક આવેલા કનકાપુરા ગામ જઇ રહ્યો હતો. કોલેજમાં રીડિંગ ટાઇમની રજા પડી હોવાથી વિદ્યાર્થી પોતાના વતન બોરસદ નજીક આવેલા કનકાપુરા ગામ જઇ રહ્યો હતો વડોદરા નજીક બાકરોલમાં આવેલી સિગ્માં ઇન્સ્ટિસ્ટૂટમાં ડિપ્લોમા એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો વિરપાલસિંહ માધવસિંહ પરમાર (ઉ.૨૪) કાલે બપોરે વડોદરાથી પોતાના વતન કનકાપુરા ગામે જવા માટે બાઇક લઇને નિકળ્યો હતો. વિરપાલસિંહ આમ તો વાઘોડિયા રોડ પર અન્ય વિદ્યાર્થીઓ સાથે રહેતો હતો પરંતુ એન્જિનિયરિંગના છેલ્લા વર્ષની પરિક્ષા થોડા સમય પછી હોવાથી કોલેજમાં રિડિંગ ટાઇમ માટે રજાઓ પડી હતી એટલે વતન જઇ રહ્યો હતો. તે બપોરે ૪ વાગ્યાના અરસામાં રણોલી બ્રિજ પરથી પસાર થતો હતો ત્યારે પાછળથી આવેલા એક ટેન્કરે તેને ટક્કર મારી હતી. વિરપાલસિંહ બાઇક સાથે ઉછળી પડયો હતો અને ડિવાઇડર પર પટકાતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

(5:36 pm IST)