Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

મુંબઈના હીરાના વેપારીએ પાલનપુરના વેપારી પાસેથી 26.17 લાખના હીરાની છેતરપિંડી આચરી

પાલનપુર:માં એક ડાયમંડના વેપારી પાસેથી મુંબઇના એક વેપારીએ ૨૬.૧૭ લાખના હિરા ખરીદ્યા બાદ હાથ અધ્ધર કરી દેતા પાલનપુર પોલીસ સ્ટેશનમાં મુંબઇના શખ્સ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. પાલનપુરમાં રહેતા અને ડાયમંડનો ધંધો કરતા મહંમદભાઈ નુરમહંમદભાઈ આગલોડીયાએ હીરા ઘસવાનો તેમજ વેચવાનો ધંધો મુંબઈ ખાતે ભારત ડાયમંડ માર્કેટમાં કરે છે. આ ધંધામાં તેજેનભઆઈ પોપટભાઈ પટેલ રહે.મુંબઈના પરિચયમાં આવ્યો હતો અને  નવેક માસ અગાઉ તા.૧૨-૬-૧૭ના રોજ તેજેનભાઈ તેમના ધંધાના સ્થળે પાલનપુર મુકામે આવી પોલીશ કરેલા  હીરા ક્વોલીટી ૧૨૩.૨૨૦ કેરેટ કિ.રૃ.૨૧.૨૫૦ના ભાવથી કુલ રૃ.૨૬,૧૭,૪૨૫ની કિંમતના તા.૧૨-૬-૧૭ના રોજ ખરીદી કરી મહંમદભાઈના ત્યાંથી લઈ ગયા હતા. જેથી તેઓએ આ ખરીદેલા  હીરાના નાણા ચુકવવાનો વાયદો ૭૩ દિવસનો એટલે કે ૨૬-૮-૧૭ સુધીમાં તેજેનભાઈએ કર્યો હતો.  જેથી આ વાયદો પુરો થવા છતાં પણ આ હીરાના નાણા ન મળતા અને અવાર-નવાર ઉઘરાણી કરવા છતાં તેજેનભાઈએ વિશ્વાસઘાત કરેલાનું જણાતા નાણાંની ઉઘરાણી કરતા તેજેનભાઈ   હવે જો ઉઘરાણી કરી છે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા તેમની વિરુદ્ધ મહંમદભાઈએ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશને ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરેલ છે

(5:35 pm IST)