Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

ટુંક સમયમાં દાદરા નગર હવેલીમાં મેડિકલ કોલેજ શરૂ કરાશેઃ રાજનાથ સિંહ

રાજકોટ તા. ૨૦: ''ટુંક સમયમાં દાદરા નગર હવેલીમાં મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવશે'' તેમ દાદારા-નગર હવેલીની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું.

 રાજનાથસિંહે વધુમાં કહયું કે અમે માનવ સંશાધન વિકાસ મંત્રાલયમાં દાદરા નગર હવેલીમાં અલગથી યુનિવર્સિટી શરૂ કરવા માટે રજુઆત કરી છે. અમારી સરકાર તમામ રાજકીય પક્ષોને સાથે લઇને દેશનો વિકાસ કરવા માંગે છે. ગૃહમંત્રી રાજનાથસિંહે વધુમાંકહયું કે, દાદરા નગર હવેલીમાં સ્ટાફ સિલકશન બોર્ડ બનાવી દેવામાં આવ્યુ છે અને સ્થાનિક ભરતી બોર્ડ દ્વારા થાય તેવું આયોજન કરવામાં આવ્યુ છે અમારી સરકારને અલગ-અલગ મુદાઓ ઉઠાવીને બદનામ કરવાની કોશિષો થઇ રહી છે. રાજનાથસિંહે વધુમાં જણાવ્યુ કે, ભારત હવે ગરીબ દેશોના કતારમાં નહી પરંતુ ભારત હવે દુનિયાના વિકસીત દેશોના કતારમાં ઉભો રહેશ.

દાદરા નગર હવેલીનો પર્યટન ક્ષેત્રે વિકાસ કરવામાં આવે તો દેશનું સર્વશ્રેષ્ઠ પર્યટન સ્થળ દાદરા નગર હવેલી બની શકે તેમ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં દેશ તેજ ગતિથી આગળ વધી રહ્યો છે.

(4:37 pm IST)