Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

શેલ્બી હોસ્પિટલ્સ દ્વારા સેન સોક હોસ્પિટલ સાથે એમઓયુ

 અમદાવાદ તા. ર૦ : શેલ્બી લિમિટેડ (શેલ્બી મલ્ટિપેશિયાલિટ હોસ્પિટલ્સ), અમદાવાદએ સેન સોક ઇન્ટરનેશનલ યુનિવર્સિટી હોસ્પિટલ, નોમ પેન, કંબોડિયા સાથે એક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા.આ એમઓયું હેઠળ શરૂઆતમાં, શેલ્બી હોસ્પિટલ્સ, ઓર્થોપેડીક સ્પેશ્યાલીટી માટેસેન સોક હોસ્પિટલને વિશેષજ્ઞો મોકલશે, જે સમયાંતરે પરસ્પર સમજુતી સાથે અન્ય વિશેષતા સુધી વિસ્તારવામાં આવશે. આ તકે શેલ્બી લિમિટેડના સીએમડી, ડો. વિક્રમ આઇ.શાહે મલ્ટિ સ્પેશિયાલીટી ક્ષમતાઓની માહીતી રજુ કરી હતી. આ એમઓયું પર શેલ્બી હોસ્પિટલ્સના ઇન્ટરનેશનલ બિઝનેસ ડિરેકટર શનય શાહની ઉપસ્થિતિમાં, શેલ્બી હોસ્પિટલ્સના સીઇઓ રવિ ભંડારી તથા સેન સોક ઇન્ટરનેશનલ યુનિવર્સિટી હોસ્પિટલના ચેરમેન ડો. ઓજાનો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. (૬.૧૮)

(4:34 pm IST)