Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

રાજ્યમાં બુટલેગરોનો કાળોકેર : નર્મદાના ભરાડામાં પોલીસકર્મીયો પર ૪ બુટલેગરોનો ખુલ્લી તલવારથી હુમલો : ૩ આરોપીની ધરપકડ : ૨૯ પેટી દારુ ઝડપાયો

નર્મદા: રર્ળીયામણા ગુજરાતમાં હાલના સમયમાં બુટલેગરો બેફામ બન્યા છે, ને તંત્રની જાણે તેમને કઈ બીકજ ન હોય તેમ બે-રોકટોક ખુલ્લેઆમ દારુ ની હેરાફેરી કરી રહ્યા છે. હાલમાંજ ઘણા કિસ્સા એવા પણ બન્યા છે જેમાં બુટલેગરો પોલીસ પર પણ હુમલો કરતા બીતા નથી. આવીજ એક ઘટના નર્મદા જિલ્લાના ભરાડામાં બની છે, જેમાં ૪ બુટલેગરોએ ખુલ્લી તલવાર વડે LCB પોલીસકર્મયો પર હુમલો છે, અને આ ઘટનાથી પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ઘટનાની વિગત અનુસાર નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ભરાડામાં 4 બુટલેગરોએ તલવાર વડે ઘાતકી હુમલો કર્યો હતો. મહત્વનું છે કે LCBની ટીમને દારૂની હેરાફેરી કરવામા આવતી હોવાની બાતમી મળી હતી. જેના આધારે તેમને આ ટોળકીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ બુટલેગરોએ LCBની ટીમ પર જ તલવાર વડે ઘાતકી હુમલો કર્યો હતો. જો કે પોલીસે આ સમગ્ર મામલે 3 આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે.
પોલીસને આ બુટલેગરો પાસેથી 29 દારૂની પેટી સહિત રૂપિયા 5 લાખ 18 હજાર 500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં દારૂની હેરાફેરી અને હુમલાની ફરીયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વનું છે કે હજુ થોડા દિવસો પહેલા જ વલસાડમાં બુટલેગરોને પકડવા જતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. અહીં પોલીસને પોતાના બચાવ માટે 2 રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું હતું.
મહત્વનું છે કે અહિંયા જિલ્લામાં દારૂના કેસના વોન્ટેડ આરોપીને પકડવા જતા બુટલેગરોએ પોલીસ પર હુમલો કર્યો હતો. જેમાં આરોપીઓએ પોલીસ પર જ કાર ચઢાવીને જીવલેણ હુમલો કર્યો હતો. જેથી પોલીસે આરોપીઓ વચ્ચે ઘર્ષણ થતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.
આમ ગુજરાતમાં જાણે બુટલેગરોને ખુલ્લો દોર મળી ગયો હોય તેમ એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે.

(1:09 pm IST)