Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

ઉમરેઠના ઉંટખરીની યુવતીનું અપહરણ કરી મહારાષ્ટ્ર્ના ગેસ્ટ હાઉસમાં 15 દિવસ ગોંધી રાખી જાખલાના યુવકે દુષ્કર્મ ગુજાર્યું

સાડીની દુકાન ધરાવતો યુવક અવારનવાર ઉંટખરી આવતો:યુવતી પરિચયમાં આવતા લગ્નની લાલચ અને ધાકધમકી આપી ભગાડી ગયો

ઉમરેઠ તાલુકાના ઉંટખરી ગામના ૧૯ વર્ષની યુવતીને લગ્ન કરવાની લાલચ આપી બદનામ કરવાની ધમકીઓ આપી અપહરણ કરી મહારાષ્ટ્રના ગેસ્ટ હાઉસમા ૧પ દિવસ સુધી ગોંધી રાખી તેણી પર જાખલા ગામના યુવકે દુષ્કર્મ આચર્યુ હોવાની ઉમરેઠ પોલીસે પીડીતાની ફરીયાદના આધારે સાડીના વેપારી સામે ગુનો નોંધી તેને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

   મળતી વીગતો અનુસાર ઉમરેઠ શહેરમા પંચવટી વીસ્તારમા ખુશ્બુ સાડી સેન્ટરના નામે સાડીનું વેચાણ કરતો વીજય અર્જુન ભોઈ રહે. ઝાંખલા અવાર નવાર પૈસાની ઉઘરાણી માટે ઉટખરી ગામે જતો હતો ત્યારે ઉટખરી ગામના ૧૯ વર્ષીય યુવતી તેના પરીચયમા આવતા વીજયભાઈએ યુવતીને અવાર નવાર ફોન કરી લગ્નની લાલચ આપતો હતો અને ગત તા.ર૭ માર્ચ ૦૧૮ની રાત્રીના ૧ર વાગ્યે વીજય ભોઈ કાર લઈને ઉંટખરી ગામે આવ્યો હતો અને યુવતીને ફોન કરી લગ્નની લાલચ આપી બદનામ કરી દેવાની ધાકધમકીઓ આપી ઘરની બહાર આવવા જણાવતા યુવતી ઘરની બહાર નીકળતા વીજયભાઈ તેણીને બળજબરી પુર્વક ઢસડીને કારમાં બેસાડી દીધી હતી અને તેણીના મોંઢા પર હાથ મુકી મોંઢુ બંધ કરી દીધુ હતું        
  યુવતીનું અપહરણ કરી ભરુચ રેલ્વે સ્ટેશન લઈ ગયો હતો અને જયાંથી કોઈ ટ્રેનમાં બેસાડી મહારાષ્ટ્ર રાજયના કોઈ શહેરના ગેસ્ટ હાઉસમાં લઈ જઈ રૃમમાં ગોંધી રાખી હતી અને ૧પ દિવસ સુધી તેણી પર પાશ્વી બળાત્કાર ગુજાર્યો હતો.તેમજ યુવતી ના પાડે તો જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતો હતો. તેમજ વિજય તેને ડાકોર ખાતે એક વકીલને ત્યાં લઈ ગયો હતો અને ર૦ રૃા.ના સ્ટેમ્પ પેપર પર લખાયેલા મૈત્રી કરાર પર યુવતીની સહી કરાવી નોટરી કરાર કર્યો હતો. ત્યારબાદ યુવતી ગમે તે રીતે વીજયની ચુંગાલમાંથી છટકીને પોતાના ઘરે આવી હતી અને પોતાના પરીવારજનોને હકીકત જણાવતા તેઓેએ આ બનાવ અંગે ભાલેજ પોલીસ મથકે લેખીત ફરીયાદ આપતા પોલીસે દુષ્કર્મ નો ભોગ બનેલી યુવતીની ફારીયાદના આધારે વિજય ભોઈ સામે અપહરણ અને દુષ્કર્મ ગુજારવાનો ગુનો નોંધી તેને પકડી પાડવા માટે તપાસના ચક્રો ગતીમાન કર્યા છે

(1:29 am IST)