Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

નાંદોદ તાલુકાના જુના ઉંમરવા ગામે ઇલેક્ટ્રિક લાઈન નો કરંટ લગતા યુવાનનું મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જુના ઉમરવા ગામના ખેતરમાં કરંટ લાગતા એક યુવાનનું મોત નિપજ્યું છે

   મળતી માહિતી અનુસાર સાધનાબેન દિલીપભાઇ વિરસિંગભાઇ વસાવા (રહે.જુના ઉમરવા )નાઓએ પોલીસમાં જાણ કર્યા મુજબ તેમના પતિ દિલીપભાઇ વિરસિંગભાઇ વસાવા (ઉ.વ.૩૦) ,( રહે.જુના ઉંમરવા, તા.નાંદોદ, જી.નર્મદા) નાઓએ ગઈ તા.૧૯/૦૩/૨૦૨૩ ના કલાક: ૧૬/૪૫ થી ૧૭/૦૦ વાગ્યાના અરસામાં રમેશભાઇ પ્રભુદાસ પટેલના ખેતરના છેડા ઉપરથી ઇલેક્ટ્રીક લાઇન પસાર થતી હોય જે જગ્યાએ કરંટ લાગતા તેમનું મોત થયું હતું.આમલેથા પોલીસે આ બાબતે અકસ્માત મોત દાખલ કરી છે.

 

(10:48 pm IST)