Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

રાજ્યમાં એક પણ CHCની ઘટ્ટ નથી, રાજ્યમાં કુલ 365 PHC સેન્ટર દર્દીઓની સેવામાં કાર્યરત:આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

રાજ્યમાં 1426ની જરૂરીયાત સામે 1499 PHC અને 365 સામૂહિક આરોગ્ય કેન્દ્રોની જરૂરિયાત સામે તમામ કેન્દ્રો દર્દીઓની સેવામાં રત છે

ગાંધીનગર :  આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે વર્ષ 2011ની ગ્રામ્ય વસ્તીના માપદંડો મુજબ રાજ્યમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં મળવાપાત્ર જગ્યાઓની સરખામણીએ 73 જેટલા વધારે PHC દર્દીઓની સેવામાં કાર્યરત છે અને રાજ્યમાં કુલ 1426ની જરુરીયાત સામે 1499 PHC (પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર) કાર્યરત છે. ઉપરાંત તેમણે ગૃહમાં વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં 365 હેલ્થ સેન્ટર કાર્યરત છે તેમજ રાજ્યમાં સરેરાશ એક પણ CHC (કમ્યુનિટી હેલ્થ સેન્ટર)ની ઘટ્ટ નથી.

વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન વર્ષ 2011ની ગ્રામ્ય વસતીના ધોરણો મુજબ ઉપલ્બધ રાજ્યમાં PHC અને CHCની ઉપલબ્ધ સંખ્યાના ઉત્તરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે, રાજ્યમાં 1426ની જરૂરીયાત સામે 1499 PHC અને 365 સામૂહિક આરોગ્ય કેન્દ્રોની જરૂરિયાત સામે તમામ કેન્દ્રો દર્દીઓની સેવામાં રત હોવાનું જણાવ્યું હતું.

 

(8:19 pm IST)