Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

કોરોના વાયરસ અંગે તંત્ર અને સરકાર સંપૂર્ણ સજ્જ : લોકોને સતર્ક અને સાવધાની રાખવા અપીલ કરતા મુખ્યમંત્રી રૂપાણી

સરકાર દ્વારા અનેકવિધ પગલાં : શંકસપદ કેસોની તપાસ અને સ્ક્રીનિંગ કરાયું

અમદાવાદ : ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ કોરોના વાયરસ અંગે તંત્ર અને સરકાર સંપૂર્ણ સજ્જ હોવાની વાત કરી હતી. રવિવારે રાજ્યની તમામ એસટી બસો સહિત ટ્રાન્સપોર્ટ સેવા બંધ રહેશે. તમામ લોકો બંધ પાળે તેવી મુખ્યમંત્રીએ ગુજરાતની જનતાને અપીલ કરી હતી. આઠ દિવસ સુધી સરકારી કચેરીના કામનું ભારણ ઓછું કરવાનું કહેવામાં આવ્યું. મુખ્યમંત્રીએ કહ્યુ હતુ કે એસટી બસોને પણ સેનેટાઇઝરથી સાફ કરવામાં આવી.હતી  સાથે મહારાષ્ટ્રમાંથી આવતી બસોની ફ્રિકવન્સી ઘટાડવામાં આવી છે. તંત્ર બધી રીતે સજ્જ છે. લોકોને ગભરાટ ન કરવાની સીએમએ અપીલ કરી છે. શિસ્તને અનુસરીને સાવચેતીના પગલા ભરવા પણ જણાવ્યું હતુ. સરકાર દિવસ રાત ચિંતા કરી રહી છે. શંકાસ્દ કેસનો તપાસ અને સ્ક્રીનીંગ કરાયુ. જિલ્લાની બોર્ડરો પર પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

મુખ્યપ્રધાન વિજયભાઈ  રૂપાણીએ ગુજરાતમાં કોરોના વાયરસને પગલે લોકોને સતર્ક અને સાવધાની રાખવા અપીલ કરી છે. સીએમ રૂપાણીએ કહ્યું કે તમામ વિદેશથી આવેલા લોકોમાં કોરોનાના લક્ષણો દેખાયા છે. ત્યારે સીએમ રૂપાણીએ એવી પણ અપીલ કરી કે વિદેશથી આવેલા લોકોને ઘરમાં અલગ રૂમમાં રાખવાજોઈએ

 

હાલમાં ગુજરાતમાં કોરોનાની દહેશત વ્યાપી છે જેથી રાજ્ય સરકારે કેન્દ્ર સ્તરે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કર્યા બાદ આ અંગે ડે.સીએમે કેન્દ્ર સરકાર સાથે કરેલી વાતચીતનો ચીતાર આપ્યો હતો. જેમાં હાલમાં ગુજરાતની સ્થિતી અંગે ચર્ચા કરવાની સાથે લોકોને અપીલ કરાઇ કે લોકો સામાન્ય દિવસોની જેમ જ ખરીદી કરે,વસ્તુઓ સંગ્રહ કરવાની કોશિષ ન કરે.

(8:54 pm IST)