Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

૨૨ સેમ્પલના પરિણામ પેન્ડિંગ રહેતા ચિંતા વધી

પરિણામને લઇને ઇંતજાર

અમદાવાદ, તા. ૨૦ : ગુજરાતમાં કોરોના વાયરસના સાત કેસ નોંધાઈ ચુક્યા છે ત્યારે આજે ચિંતાનું મોજુ ફરી વળ્યું હતંુ. આરોગ્ય કમિશનરે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં અત્યારસુધીમાં ૧૫૦ કોરોના શંકાસ્પદોના સેમ્પલ એકત્ર કરીને પૂણે સ્થિત એનઆઈવીને મોકલી અપાયા છે. આમાંથી ૫ સેમ્પલ ટ્રિપલ ટ્રાયલમાં પોઝિટિવ આવ્યા છે. જ્યારે ૧૨૩ સેમ્પલ નેગેટિવ આવ્યા છે અને ૨૨ સેમ્પલમાં હજી પણ શંકા જણાઈ હોવાથી તેના પરિણામો પેન્ડીંગ છે. અમદાવાદ સિવિલના દર્દીનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. જો કે, કોરોનાના સેમ્પલ કલેક્ટ કરીને ટેસ્ટીંગ માટે મોકલાય તેમાં ૩ પ્રકારની ગૂંચવણ ઊભી થાય છે. કેટલાક સેમ્પલ અનિર્ણાયક આવે છે એટલે કે તે પોઝીટીવ પણ નથી અને નેગેટીવ પણ નથી હોતા. પરંતુ રિસેમ્પલ એનઆઈવીને મોકલાય છે, જ્યારે કેટલાક ફોલ્સ પોઝીટીવ પણ આવે છે.

(8:32 pm IST)