Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

કપડવંજના સિંહુજ નજીક પીકઅપ ડાલામાંથી 3.74 લાખનો વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો

કપડવંજ: ડિવિઝન સ્ક્વોર્ડની ટીમે ગતરાત્રીના સમયે શંકાના આધારે પીકઅપ ડાલુનો ફિલ્મીઢબે પીછો કરતાં ચાલક ડાલુને સિંહુજ નજીક રોડની સાઈડમાં આવેલી ગટરમાં ઉતારીને ફરાર થઈ ગયો હતો. પોલીસને ડાલુમાંથી .૭૪ લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતાં તે જપ્ત કરીને ફરાર થઈ ગયેલા ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરાવીને પીકઅપ ડાલુના નંબરના આધારે તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અંગે મળતી માહિતી મુજબ કપડવંજ ડિવિઝન વિસ્તારમાં છેલ્લાં ઘણાં સમયથી વધતાં જતાં ઘરફોડ ચોરી તેમજ પશુચોરીના બનાવો સંદર્ભે ગત રાત્રીના સમયે કપડવંજ ડિવિઝન સ્ક્વોર્ડની ટીમ નાઈટ પેટ્રોલીંગમાં હતી. ખાનગી વાહનમાં સવાર ટીમ કઠલાલ તાલુકાના સોનપુર પાટીયાથી મહેમદાવાદ તાલુકાના રૂદણ તરફજના સીંગલ પટ્ટીના રસ્તે પસાર થઈ રહી હતી. દરમિયાન પીઠાઈ પાટીયા નજીક પોલીસની ખાનગી ગાડીની ઓવરટેક કરી એક બંધ બોડીનું પીકઅપ ડાલુ પુરપાટ ઝડપે આગળ નીકળ્યું હતું. જેથી પોલીસની ટીમે શંકાના આધારે પીકઅપ ડાલાનો પીછો કરી રોકવા પ્રયત્ન કર્યો હતો.

(6:21 pm IST)