Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

આણંદ તાલુકાના ખંભોળજમા બહેનની આબરૂ લેવાનો પ્રયાસ કરનારને ઠપકો આપતા વળતો હુમલો:હત્યાનો ગુનો દાખલ

આણંદ :તાલુકાના ખંભોળજ ગામના ચરામાં કૃષિ યુનિવર્સીટી પાસે પિતરાઈ બહેનની આબરૂ લેવાનો પ્રયાસ કરનાર શખ્સને ઠપકો આપવા જતાં ઉશ્કેરાયેલા ઘરના સભ્યોએ ફરસીથી જીવલેણ હુમલો કરીને માથામાં તેમજ કાંડાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા અંગે ખંભોળજ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર પશુપાલનનો વ્યવસાય કરતાં વાલાભાઈ દેવાભાઈ ભરવાડ ગઈકાલે પોતાના પશુઓને ચરાવવા માટે સીમમાં ગયો હતો અને બપોરના બારેક વાગ્યાના સુમારે પરત ફરી રહ્યો હતો ત્યારે મોટી નહેર પાસે આવેલા વરંડાની નીચે ગટર લાઈન પર એક સ્ત્રીનો અવાજ આવતાં તે ત્યાં ગયો હતો જ્યાં તેની ૧૯ વર્ષીય પિતરાઈ બહેનનો નજીકમાં રહેતો દિનેશભાઈ ઘેલાભાઈ ભરવાડ હાથ પકડીને ખેંચી આબરૂ લેવાનો પ્રયાસ કરતો હતો જેથી તેને પડકારતા તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જે બાબતે દિનેસભાઈ તેના ઘરે ઠપકો આપવા જતાં તેના મામા કરશનભાઈ ભવાનભાઈ ભરવાડે તુ મારા ભાણીયા ઉપર ખોટો આક્ષેપ મૂકે છે અને તેને સમાજમાં બદનામ કરે છે તેમ જણાવીને ગમે તેવી બીભત્સ ગાળો બોલીને ઝઘડો કર્યો હતો.

(6:17 pm IST)