Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

ઇડરમાં ફેસબુકના માધ્યમથી શિક્ષક સાથે સંપર્ક સાધી દુષ્કર્મમાં ફસાવવાની ધમકી આપી 10 લાખની માંગણી કરનાર હનીટ્રેપ ટોળકીને પોલીસે ઝડપી પાડી

ઈડર: શહેરના ના શિક્ષક સાથે ફેસબુકના માધ્યમથી સંપર્ક કેળવી બાદમાં દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા 10 લાખની માગણી કરતા બનાવટી વકીલપત્રકાર તથા ક્રાઇમ બ્રાન્ચના અધિકારી સહિતની 11ની ટોળીને ઝડપી પાડી ઈડર પોલીસે હનીટ્રેપના રાજ્યવ્યાપી ચાલતા મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. મહિલાઓ સહિતની ટોળીએ સાબરકાંઠા ઉપરાંત સુરતપાટણમોડાસાવડોદરાઅમદાવાદ તથા ગાંધીનગર જિલ્લાના પ્રતિષ્ઠિત લોકોને હની ટ્રેપમાં ફસાવી કરોડો રૂપિયા પડાવ્યાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે.

બુધવારે રાત્રે ફીચોડ ગામના અને શિક્ષક તરીકે નોકરી કરતા કલ્પેશકુમાર અમૃતલાલ પટેલે ઇડર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કેગત તા. 12ના રોજ તેઓના ફેસબુક એકાઉન્ટ પર કોઈ રીન્કુ પટેલ નામથી ફ્રેન્ડ રીકવેસ્ટ આવી હતી. શિક્ષકે રીક્વેસ્ટ સ્વીકારતાં બંને વચ્ચે મેસેજની આપ-લે શરૂ થઈ હતી. બાદમાં વિડીયો કોલથી વાત કરી શિક્ષકને વિશ્વાસમાં લઈ મળવા માટે ખેડબ્રહ્મા બોલાવ્યો હતો.

(6:15 pm IST)