Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

કોરોનને લઈને ખેડા જિલ્લા તંત્ર સજાગ બન્યું:શહેરના વિવિધ વિસ્તારમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી

ઠાસરા:હાલ વિશ્વ કોરોના વાયરસે વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે,ત્યારે ખેડા જિલ્લા તંત્ર સતર્ક મોડમાં આવી ગયુ છે.ઠાસરા પાલિકા પણ દ્વારા કોરોનાવાયરસ સામે અગમચેતી પગલા લેવાનુ શરૂ કરી દેવામાં આવ્યુ છે.જે અંતર્ગત આજે શહેરના વિવિધ વિસ્તારોની સફાઇ હાથ ધરવામાં આવી રહી છે.

ઠાસરા પાલિકાની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સાફ સફાઇ કરવામાં આવી છે.પાલિકા પ્રમુખ દિપકભાઇ રોહિત,ઉપપ્રમુખ ભાવિનકુમાર પટેલ,ચીફ ઓફિસર ડી.ડી. શ્રીમાળી અને પાલિકા સભ્યોની ઉપસ્થિતીમાં વિવિધ વિસ્તારમાં કામગીરી આરંભી છે. ઉપરાંત પાલિકા ટીમ દ્વારા માસ-મટન,પાણી-પૂરી,સમોસા સહિતની વિવિધ ચીજવસ્તુઓનુ વેચાણ કરતા લારીઓ ઘરાવતા વેપારીઓને વિનંતી કરી તા.૩૧ માર્ચ સુધી સ્વૈચ્છાએ રોજગાર બંધ કરવાવ્ણાવ્યુ છે.શહેરમાં આવેલ પાંચ થી સાત ભજીયા બનાવતા વેપારીઓએ સ્વૈચ્છીક લારીઓ બંધ કરી છે. ઉપરાંત અન્ય માસ,મટન,ચીકનનો વેપાર કરતા હોટલ,લારી,દુકાનો બંધ રાખી છે.

(6:13 pm IST)