Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

સુરત: ટેમ્પો પાર્ક કરવાના પૈસાની બાબતે ઝઘડો કરી હત્યા કરનાર આરોપીના જામીન અદાલતે નામંજૂર કર્યા

સુરત:ટેમ્પો પાર્કીંગના પૈસાની નજીવી તકરારમાં જીવલેણ હુમલો કરી હત્યા કરવાના ગુનામાં લિંબાયત પોલીસે જેલભેગા કરેલા આરોપીની જામીનની માંગને આજે એડીશ્નલ સેશન્સ કોર્ટે નકારી કાઢી છે.

લિંબાયત શાહપુરામાં રહેતા ફરિયાદી અમીન ઉર્ફે અન્નુ ગફાર પટેલને આરોપી અકરમ નથુશા સાથે અગાઉ ટેમ્પો પાર્કીંગના પૈસાના મુદ્દે તકરાર થઈ હતી.જેની અદાવત રાખીને આરોપી અકરમ સહિત 13 આરોપીઓએ એક સંપ કરીને તા.15-5-18ના રોજ પ્રાણઘાતક હથિયાર ધારણ કરીને ફરિયાદી તથા ગુફરાન મન્સુરી પર જીવલેણ હુમલો કર્યો હતો.જેમાં ગંભીર ઈજા પામેલા ગુફરાન મન્સુરીનું મોત નિપજ્યું હતુ.

(6:11 pm IST)