Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

વડોદરામાં કોરોનનો કેસ પોજીટીવ આવતા તંત્ર સજાગ બન્યું:ગાયકવાડી સમાજનું શુક્રવારી બજાર બંધ કરવામાં આવ્યું

વડોદરા: શહેરમા કોરોનાના પોઝિટિવ કેસના પગલે વહીવટી તંત્ર દોડતું થઇ ગયું છે અને આજે ગાયકવાડી સમયનુ શુક્રવારી બજાર બંધ કરી દેવાયું છે.

વડોદરા ભુતડીજાપા વિસ્તારમાં દર શુક્રવારે ભરાતા શુક્રવારી બજારમા શહેર-જિલ્લાના લારી- ગલ્લા અને પાથરણાવાળા દ્વારા જૂની પુરાણી ચીજ વસ્તુઓ અને કપડાનો ધંધો કરવામાં આવતો હોય છે અને તેમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય છે. જેથી આજે સવારે શુક્રવારી બજાર ભરાય તે પહેલાં કારેલીબાગ પોલીસ ગોઠવાઈ ગઈ હતી અને એક પણ વેપારીને બેસવા દેવાયા હતા. જેથી બજારમાં આખો દિવસ સન્નાટો છવાયેલો રહ્યો હતો.

(6:01 pm IST)