Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

રાજપીપળા શહેરમાં વિદેશથી આવેલા કે આવનાર વ્યક્તિઓ બાબતે જાણકારી આપવા પાલિકાની સૂચના

કોરોના બાબતેની સાવચેતીને ધ્યાને લઇ ચીફ ઓફિસરે જાહેર હિતમાં નાગરિકોને આપી સૂચના

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે લોકોને ચિંતિત કર્યા છે ત્યારે વહીવટી તંત્ર તેની અટકાયત માટે કોઈ પણ કચાસ છોડતું નથી જેમાં અનેક પ્રકારની જાહેરાતો મહત્વની હોય રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસર જયેશ પટેલ દ્વારા પણ જાહેર હિતમાં સૂચના આપવામાં આવી જેમાં જણાવ્યું હતું કે રાજપીપળા શહેરમાં કોઈ પણ નાગરિક વિદેશથી આવ્યા હોય કે આવવાના હોય તેવી જાણકાર કોઈ પણ વ્યક્તિને મળે તો આ માહિતી મો.નં ૯૯૧૩૭૪૨૯૩૧ અથવા ૯૯૯૮૧૫૫૨૧૭ પર આપવા વિનંતી કરવામાં આવી છે.સાથે જણાવ્યું હતું કે હાલમાં કોરોના વાઇરસથી ગંભીર બીમારીઓ થતી હોય અટકાયતી પગલાં લેવા માટે આ માહિતી ખાસ જરુરી છે.તેથી આ માહિતી કોઈ પણ નાગરીક પાસે હોય તો કોઈ પણ પ્રકારના વિલંબ વગર આપવા જણાવ્યું છે.

(5:00 pm IST)