Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

નીતીન પટેલે જીજ્ઞેશ મેવાણીને કહ્યું 'તમે માત્ર દલિત નેતા છો'

જીજ્ઞેશે કહ્યું હું દેશનો યુવા નેતા છ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ર૦ : આજે વિધાનસભાગૃહમાં માંગણીઓ પર સભ્યોએ કરેલ ચર્ચાનો જવાબ ગણપત વસોયા આપતા હતા ત્યારે એક તબકકે મંત્રી નિતીન પટેલે અપક્ષ જીજ્ઞેશ મેવાણીને તમે માત્ર દલિતના નેતા છો. આમ કહેતા મેવાણી ઉશ્કેરાઇ ગયા અને કહ્યું કે હું દેશનો યુવા નેતા છું નહિ કે એક સમાંજનો.

આમ ફરીથી નાયબ મુખ્ય મંત્રી નિતિન પટેલે વધારે ઉશ્કેરાઇને બોલ્યા તમે દલિત અને આદિવાસીની વાત કરતા હોય તો રમીલાબેન બારાને મત આપો આમ ગૃહમાં સામ સામે આક્ષેપ કરવામાં આવ્યા હતા.

(4:41 pm IST)