Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

ગુજરાત એસ.ટી.એ બે વર્ષમાં નવી ૪૦૦૦ જેટલી બસ ખરીદી

ટાટા, અશોક લેલેન્ડ, વી.ઈ. કોમર્શીયલ વગેરેને રૂ. ૩૯૫.૯૪ કરોડ ચૂકવાયા

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૨૦ :. રાજ્ય સરકાર હસ્તકના વાહન વ્યવહાર નિગમ (એસ.ટી.) દ્વારા બે વર્ષમાં ૪૦૦૦ જેટલી બસ ખરીદવામાં આવ્યાનું સરકારે વિધાનસભામાં આપેલ માહિતીના આધારે સામે આવ્યુ છે.

સરકારે બસ ખરીદી પેટે તા. ૧ ફેબ્રુઆરી ૨૦૧૮થી ૩૧ જાન્યુઆરી ૨૦૧૯ સુધીમાં ૨૪૨.૩ અને ૧ ફેબ્રુઆરી ૨૦૧૯થી ૩૧ જાન્યુઆરીથી ૨૦૨૦ સુધીમાં ૧૫૩.૯૧ કરોડ રૂપિયા ચૂકવ્યા છે. જેમાં મીની બસ અને ચેસીસ ડીઝલ ૧૦ મીટરની બસનો સમાવેશ થાય છે. ટાટા મોટર્સ, વી.ઈ. કોમર્શીયલ અને અશોક લેલેન્ડ પાસેથી ૪૦૦૯ જેટલી બસ ખરીદવામાં આવી છે.

(4:14 pm IST)