Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

અમદાવાદ મનપાનો મોટો નિર્ણંય : હવે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ ઘરે પહોંચાડશે

વોલેન્ટરી ફેમિલી કોરેન્ટાઈન નામનો પ્રયોગ શરૂ : માત્ર 14 દિવસ સુધી ઘરમાં રહેવું પડશે.

અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્રારા નાગરિકોના હિત માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વિજય નહેરા દ્રારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, વોલેન્ટરી ફેમિલી કોરેન્ટાઈન નામનો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં AMC દ્રારા કોઈ પણ પરિવાર જો સ્વેચ્છાએ ઘરમાં રહેવા તૈયાર થશે, તો આવા પરિવારના ઘરે તમામ જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવામાં આવશે. આ પરિવારે માત્ર 14 દિવસ સુધી ઘરમાં રહેવું પડશે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 900થી વધુ લોકોને હોમ કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.

 

(1:28 pm IST)