Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

યુવતીને ગંદો ઈશારો કરી,ચાર શેતાનોએ ઘેરી લીધી : છાતીમાં હાથ નાખવા કર્યો પ્રયાસ : ટીશર્ટ ફાડી નાખ્યું

' આજે તો તને નહીં છોડું ' કહી લુખ્ખાઓ બેફામ બન્યા : સાબરમતી પોલીસમાં ફરિયાદ દાખલ

અમદાવાદ : સાબરમતી વિસ્તારમાં નરાધમોની વધુ એક કરતૂતનો કિસ્સો બહાર આવ્યો છે સાબરમતી પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ ફરિયાદ નોંધાવી છે કે, મોડી સાંજે લગભગ આઠ વાગ્યાની આસપાસથી તેના પાડોશમાં રહેતા એક મહિલા સાથે તે દવાખાને જઇ રહી હતી. આ દરમિયાન લલન નામના છોકરાએ તેને આંખથી ગંદો ઈશારો કર્યો હતો. ત્યારબાદ તેની સાથે ઉભેલા અન્ય ચાર નરાધમોએ તેને ઘેરી લીધી હતી.

 આ દરમિયાન યુવતી અને તેની સાથે રહેલી મહિલાએ આ યુવાનોને આવું ન કરવાનું કહેતાં તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા.જે બાદમાં લલન નામના યુવાને યુવતીનો હાથ પકડી લીધો હતો. આ સમય દરમિયાન યુવતીના ભાઈઓ આવી ગયા હતા, પરંતુ આરોપીઓએ તેમને પણ માર માર્યો હતો. એટલું જ નહીં લલન નામના છોકરાએ યુવતીનો દુપટ્ટો ખેંચી લીધો હતો. સાથે એવું કહ્યું હતું કે, 'આજે તો તને નહીં છોડુ.' આવું કહીને યુવકે યુવતીની છાતી પર હાથ નાખવાનો પ્રયાસ કર્યો હતો. યુવતી ખસી જતાં આરોપીના હાથમાં યુવતીનું ટી-શર્ટ આવી ગયું હતું. આરોપીએ યુવતીનું ટી-શર્ટ ફાડી નાખ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ સાબરમતી પોલીસને કરતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

(1:06 pm IST)