Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

રાજકોટ , સુરત બાદ અમદાવાદ અને વડોદરામાં કલમ 144 લાગુ કરવા તૈયારી : સરકારની હાઈલેવલ મીટિંગ

અમદાવાદમાં કોરોનાના 2 કેસ પોઝિટીવ આવ્યા બાદ તુરંત જ AMCએ બેઠક બોલાવી

અમદાવાદ : રાજકોટ અને સુરત બાદ અમદાવાદ અને વડોદરામાં પણ સરકાર 144ની કલમ લાગુ કરે તેવી સંભાવના છે. આ અંગે સત્તાવાળાઓએ તૈયારીઓ કરી લીધી છે. અમદાવાદમાં કોરોનાના 2 કેસ પોઝિટીવ આવ્યા બાદ તુરંત જ AMCએ બેઠક બોલાવી લીધી છે. થોડા સમયમાં જ અમદાવાદ અને વડોદરમાં 144ની કલમ લાગુ થવાની જાહેરાત થઈ શકે છે.

 ગુજરાતમાં કોરોનાના કુલ પાંચ કેસ પોઝીટીવ આવ્યા છે. અમદાવાદ 2 અને વડોદરામાં પણ એક પોઝીટીવ કેસ સામે આવ્યો છે. તેવું રાજ્યના અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું. જ્યારે ગઈકાલે રાજકોટ અને સુરતમાં એક એક કેસ પોઝીટીવ આવ્યો હતો. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના કુલ 2 પોઝીટીવ કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાના કુલ પાંચ કેસ નોંધાયા છે. અગ્ર સચિવે એ પણ જણાવ્યું કે, જે પણ વ્યક્તિઓના કેસ પોઝીટીવ આવ્યા છે તેઓ 35 વર્ષની અંદરની વય ધરાવે છે. સરકાર હાલમાં તુરંત કાર્યવાહી કરી રહી છે.

(12:41 pm IST)