Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

ગુજરાતમાં કોરોનાનો કહેર :વધુ ત્રણ કોરોનાંના પોઝિટિવ કેસ કેસ : અમદાવાદમાં બે કેસ અને વડોદરામાં એક કેસ નોંધાયો

પુણેથી આ રિપોર્ટ પોઝિટિવ હોવાની જાણ કરવામાં આવી

અમદાવાદ : 19 માર્ચએ ગુજરાતમાં કોરોના વાયરસની એન્ટ્રી થઈ હોવાની વાતની પુષ્ટિ થઈ હતી. રાજ્યમાં સુરત અને રાજકોટમાં બે પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ વધુ બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

અમદાવાદના બે કેસમાંથી એક 21 વર્ષની યુવતી સેટેલાઈટ વિસ્તારમાં રહે છે અને તે ન્યૂયોર્કથી પરત ફરી હતી. ત્યાંથી આવ્યા બાદ તેને કોરોનાના લક્ષણો જણાતા ટેસ્ટ કરાવામાં આવ્યા હતા. આ ટેસ્ટ માટે સેમ્પલ પૂણે મોકલાયા હતા. પૂણેથી આ રિપોર્ટ પોઝિટિવ હોવાની જાણ કરવામાં આવી છે. આ સાથે જ ગુજરાતમાં ત્રણ કોરોના પોઝિટિવ દર્દી છે જે સારવાર લઈ રહ્યા છે.

(11:46 am IST)