Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

તાલુકા - જિલ્લા પંચાયતો અને નગરોની પેટાચૂંટણી મોકૂફ

રાજકોટ તા. ર૦ :.. રાજય ચૂંટણી આયોગ દ્વારા રાજયની ૧૩ જિલ્લાની ૧૩ તાલુકા પંચાયતોની ૧૭ બેઠકો અને ૧૩ જિલ્લાની ૧૩ નગરપાલિકાઓની ર૯ બેઠકોની ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી માટે મતદાન તા. રર-૩-ર૦ર૦ અને મતગણતરી તા. ર૪-૩-ર૦ર૦ ના રોજ યોજવા જાહેરાત કરવામાં આવેલ છે.

તાજેતરમાં ફેલાયેલ નોવેલ કોરોનાવાઇરસ (COVID-19)ને વિશ્વ આરોગ્ય સંસ્થાએ મહામારી જાહેર કરેલ છે. મહામારીની આપતીની સંભવિત ગંભીરતાને ધ્યાને લઇ ભારતના સંવિધાનના અનુચ્છેદ તથા ગુજરાત પંચાયત અધિનીયમ ૧૯૯૩ અને ગુજરાત નગરપાલિકા અધિનીયમ ૧૯૬૩ ની જોગવાઇઓ હેઠળ રાજય ચૂંટણી આયોગે તા. રર-૩ ના રોજ યોજાનાર મતદાન સહિત પેટા ચૂંટણી કાર્યક્રમ મુજબની હવે પછીની તમામ ચૂંટણી પ્રક્રિયા મોકૂફ રાખવા આદેશ કરેલ છે. મુકત મતદાન માટે પરિસ્થિતિ સામાન્ય થતાં મોકૂફ રાખેલ પેટા ચૂંટણી પ્રક્રિયા હવે પછી નકકી થાય તે કાર્યક્રમ મુજબ હાથ ધરવામાં આવશે. તેમ ચૂંટણી આયોગના સચિવ મહેશ જોષી જણાવે છે.

(11:43 am IST)