Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

ગુજરાતમાં કોરોના વાઇરસના ત્રણ કેસ પોઝિટિવ : રાજકોટ- સુરત પછી અમદાવાદમાં 1 કેસ નોંધાયો

અમદાવાદની યુવતી એક અઠવાડિયા પહેલા ન્યૂયોર્કથી પરત આવી હતી

અમદાવાદઃ રાજકોટ-સુરત બાદ અમદાવાદના પ્રહલાદનગરમાં અમેરિકાથી આવેલી યુવતીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં તંત્ર દોડતું થયું છે,જો કે આ મામલે હજુ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. સેટેલાઈટ વિસ્તારમાં રહેતી આ યુવતી અમેરિકાના ન્યૂયોર્કથી એક અઠવાડિયા પહેલાં જ પરત આવી હતી. તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. ગુજરાતમાં સુરત અને રાજકોટમાં પણ 1-1 કેસ પોઝિટિવ મળતાં લોકોમાં ડર ફેલાઇ ગયો છે.

અમેરિકાથી એક અઠવાડિયા પહેલાં પરત આવેલી યુવતીને કોરોના પોઝિટિવ આવવાથી ફફડાટ મચ્યો છે. શહેરમાં આવ્યાંનાન 2 દિવસ બાદ તેને શંકાસ્પદ લક્ષણો જણાતા તેનો હોસ્પિટલમાં ટેસ્ટ કરાવ્યો હતો, તેનો લેબ રિપોર્ટ પુણે મોકલાયો હતો અને ગઈકાલે પુણેથી રિપોર્ટ આવ્યો હતો, આ રિપોર્ટ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે, હાલમાં તેના પરિવારજનોને પણ ક્વોરેન્ટાઈન કરાયા છે.

(11:46 am IST)