Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

આગામી સપ્તાહે રાહુલ ગાંધી ગુજરાતમાં પરબવાવડી ધામની લેશે મુલાકાત :સૌરાષ્ટ્રમાં સભા ગજાવશે

માત્ર દોઢ મહિનામાં રાહુલ ગાંધી ત્રીજીવાર ગુજરાતના પ્રવાસે

 

અમદાવાદ :કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંઘી 27 માર્ચ બાદ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે વખતે રાહુલ ગાંધી સૌરાષ્ટ્રમા ધ્યાન કેન્દ્રિત કરશે ગુજરાત કાંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના સૌરાષ્ટ્ર પ્રવાસની તૈયારીઓ શરૂ કરાઈ છે

જાણવા મળ્યા મુજબ રાહુલ ગાંઘી સૌરાષ્ટ્રના પરબવાવડી ધામની મુલાકાત લેશે અને પછી સૌરાષ્ટ્ર પંથકમાં જનસભાને સંબોધન કરશે.

  રાહુલ ગાંધીએ 14 ફેબ્રુઆરીએ વલસાડ ખાતે જનસભાને સંબોધન કરી ચુંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો બાદમાં 12 માર્ચે કાંગ્રેસની વર્કીંગ સમિતિની બેઠક માટે ગુજરાત આવ્યા હતા. અને હવે પરબધામના પ્રવાસે આવશે. એટલે માત્ર દોઢ મહિનાના સમય ગાળામાં ત્રીજીવાર રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે

લોકસભાની ચૂંવનાઓ છે. ત્યારે કોંગ્રેસના ગુજરાતના નેતાઓએ પણ રાહુલ ગાંધીના પ્રવાસને લઇને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી

 

(10:06 pm IST)