Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

સુરતમાં પત્નીએ પૈસા આપવાની ના કહેતા યુવાન પતિએ ફાસો ખાઈ આપઘાત કર્યો

સુરત: શહેરના ઈચ્છાપોરમાં ગઈકાલે સવારે યુવાને ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. યુવાને દારૂ પીવા માટે ની પત્ની પાસે પૈસા માંગ્યા હતા. આ મુદ્દે થયેલી બોલાચાલીમાં તેણે આ પગલું ભર્યું હતું.

નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ઇચ્છાપોર વિસ્તારમાં આવેલા ખાડી મોહલ્લામાં રહેતો ૨૫ વર્ષીય દીપ ઉર્ફે દિપક દિલીપભાઈ સતલાણી ગઈ કાલે સવારે ઘરમાં લાકડાના મોભ સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે દીપકે પત્ની પાસે દારૂ પીવા માટે પૈસા માંગ્યા હતા. આ મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં તેને માઠું લાગી આવતા આ પગલું ભર્યું હતું .

(5:46 pm IST)