Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

સુરતના સરથાણામાં પોલીસે છાપો મારી ડુપ્લીકેટ પાન મસાલા બનાવનાર ત્રણ શખ્સોની ધરપકડ કરી

સુરત:સરથાણા પોલીસે ગત મોડી સાંજે લસકાણા ડાયમંડ નગર અમૃત ઉદ્યોગનગરના એક ખાતામાં છાપો મારી ત્યાં ડુપ્લીકેટ પાન મસાલા બનાવતા ત્રણ વ્યક્તિને ઝડપી પાડી ત્યાંથી રો મટીરીયલ અને મશીનરી મળી કુલ રૂ.2.94 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી હકીકતના આધારે સરથાણા પોલીસે ગત મોડી સાંજે લસકાણા ડાયમંડ નગર અમૃત ઉદ્યોગનગર ખાતા નંબર 158ના ત્રીજા માળે ભરતભાઈના ખાતામાં છાપો માર્યો હતો. 

(5:45 pm IST)