Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

ગોધરા ટ્રેનકાંડના આરોપી યાકુબ પાતળીયાને આજીવન કેદની સજા

યાકુબને હત્યાની કોશિશ અને કાવતરૂ ઘડવાના ગુનામાં આ સજા ફટકારવામાં આવી છે

અમદાવાદ, તા.૨૦: ગોધરા ટ્રેનકાંડના આરોપી યાકુબ પાતળીયાને સ્પેશિયલ સીટ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. યાકુબને હત્યાની કોશિશ અને કાવતરૂ ઘડવાના ગુનામાં આ સજા ફટકારવામાં આવી છે.

૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ સાબરમતી એકસપ્રેસમાં ૫૯ કાર સેવકોને સળગાવવાના કેસમાં આરોપી યાકુબને સજા ફટકારાઇ છે. ટ્રેનના લ્૬ કોચમાં આગ લગાવાઈ હતી. આ કેસમાં ગોધરા પોલીસે ૧૬ વર્ષ બાદ નાસતા ફરતા આરોપીને ગોધરાના વચલા ઓઢા વિસ્તારમાંથી ઝડપ્યો હતો.

અગાઉ ગોધરાકાંડમાં ૩૧ આરોપીઓને કોર્ટે આજીવન કેદની ફટકારી હતી. યાકુબ સાથે હવે સજા થયેલ કુલ આરોપીની સંખ્યા ૩૨ એ પહોંચી છે. જયારે હાલ આરોપીની ઉંમર ૬૨ વર્ષ છે.

૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૨ના રોજ અયોધ્યાથી અમદાવાદ આવી રહેલી સાબરમતી એકસપ્રેસ ટ્રેનના લ્-૬ કોચ પર ગોધરા રેલવે સ્ટેશન નજીક ટોળાંએ હુમલો કરી દીધો હતો. ટોળાએ જવલનશીલ પ્રવાહી છાંટીને ડબ્બાને સળગાવી દીધો હતો. જેમાં ૫૯ કાર સેવકોનાં મોત થયા હતા. આ દ્યટનાના રાજયભરમાં પડદ્યા પડ્યા હતા અને કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. રમખાણો દરમિયાન ૧૦૦૦દ્મક વધારે લોકો માર્યા ગયા હોવાનો અંદાજ છે.

આ કેસમાં અગાઉ ૩૧ વ્યકિતઓને ટ્રાયલ કોર્ટે ૨૦૧૧માં ગુનેગાર ઠેરવ્યા હતાં, જેમાંથી ૧૧ આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી હતી. કોર્ટે ૬૩ લોકોને નિર્દોષ છોડી મૂકયા હતા. આ ચુકાદાને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યા બાદ કોર્ટે ૧૧ આરોપીઓની ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવી હતી, તેમજ ૬૩ લોકોને મુકત કરવાનો આદેશ કર્યો હતો.

(4:00 pm IST)