Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

ગુજરાતઃ બેંકોનું NPA થોડું ઘટયું: રૂ. પ.૮૪ લાખ કરોડની લોન સામે રૂ. ૩૮૫૨૦ કરોડનું એનપીએ

માત્ર કૃષિક્ષેત્રનું એનપીએ જ રૂ. ૫૫૩૬ કરોડ

અમદાવાદ તા.૨૦: બેન્કોના લાખ પ્રયાસ છતાં પણ નોન પરર્ર્ફોમિંગ એસેટ ઘટાડવાના પ્રયાસ ફળ્યા નથી. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીએ ડિસેમ્બર-૨૦૧૮ના જાહેર કરેલા આંકડા અનુસાર ૬.૫૯ ટકા રહી છે. જે ડિસેમ્બર-૨૦૧૭માં ૬.૯૨ ટકા હતી. મતલબ સામાન્ય કહી શકાય તેવો ઘટાડો માંડ નોંધાયો છે. સમગ્ર રાજ્યની બેન્કોએ પ.૮૪ લાખ કરોડની લોન આપી હતી તેની સામે રૂ. ૩૮.૫૨૦ કરોડની રકમ એનપીએ થઇ હતી.

જે રકમ એનપીએ થઇ તેમાં ક્રોપ લોન રૂ. ર.૧૫૬ કરોડ, એગ્રિકલ્ચર ટર્મ લોન રૂ. ૩.૩૮૦ કરોડ મળી માત્ર એગ્રિકલ્ચર સેકટરની એનપીએ જ રૂ. પ.૫૩૬ કરોડ  થાય છે. જયારે એમએસએમઇની રૂ. ૮.૬૬૫ કરોડ, અધર પીએસની રૂ. ૧,૯૬૬ કરોડ મળી પ્રાયોરિટ સેકટરનીી એનપીએ રૂ. ૧૬.૧૬૭ કરોડ થવા જાય છે. નોન પ્રાયોરિટી સેકટરની એનપીએ રૂ. રર.૩૫૨ કરોડ થાય છે. હાઉસિંગ લોનમાં રૂ. ૭૦૭ કરોડની અને એજયુકેશન લોનમાં રૂ. ૫૩ કરોડની લોન એનપીએ છે. એનપીએની આ સ્થિતિ સામે ડિપોઝીટ મેળવવામાં પણ બેન્કો નબળી સાબિત થતી હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. ડિપોઝીટનો વિકાસ દર ડિસેમ્બર-૨૦૧૭ની સાથે સરખામણી કરવામાં આવે તો ધીમો પડયો છે. ડિસેમ્બર-૨૦૧૮માં ડિપોઝીટનો વિકાસ દર ૦.૧૪ ટકા જ રહ્યો હતો. તેની સામે ડિસેમ્બર-૨૦૧૭માં ૦.૪૭ ટકા વિકાસ દર રહ્યો હતો. જો કે નોન રેસિડેન્ટ ઇન્ડિયન પાસેથી પૈસા મેળવવામાં બેન્કો સફળ રહી છે. એનઆરઆઇની ડિપોઝીટમાં ૩.૩૮ ટકાનો વધારો થયો છે. આંકડા તપાસવામાં આવે તો બેન્કોમાં સપ્ટેમ્બર-૨૦૧૮ના સમયગાળામાં રૂ. ૬.૭૪ લાખ કરોડ હતી. તેમાં ૯૩૩ કરોડનો વધારો થતાં ડિસેમ્બર-૨૦૧૮ના અંતે રૂ. ૬.૭૫ લાખ કરોડ ડિપોઝીટ થઇ છે. ડિસેમ્બર-૨૦૧૭માં બેન્કોમાં કુલ રૂ. ૬.૩૪ લાખ કરોડ જમા થયા હતા. એક વર્ષમાં ૬.૩૮ ટકા લેખે રૂ. ૪૦.૪૯૮ કરોડનો વધારો થયો હતો. જયારે એનઆરઆઇ ડિપોઝીટ રૂ. ૭૩.૪૭૫ કરોડ ડિસેમ્બર-૨૦૧૮ના અંતે હતી.

(11:35 am IST)