Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

કોમી એકતાનું અનેરું ઉદાહરણ :મુસ્લિમ યુવકોએ ડાકોર જતા પદયાત્રીઓ સાથે 'જય રણછોડ' ના લગાવ્યા નારા

દયાત્રીઓને જુદા જુદા નાસ્તા તથા લીંબુ શરબત આપી કોમી એકતાનો એક સંદેશો આપ્યો

 

અમદાવાદ:ફાગણ સુદ પૂનમ હોળી પર્વે હજારો ભાવિકો પગપાળા ડાકોર ભગવાનના દર્શન માટે જતા હોય છે. પદયાત્રીઓ માટે ઘણી સેવાભાવી સંસ્થાઓ સેવાના ભાગ રૂપે કેમ્પ યોજતી હોય છે. ત્યારે મણીનગર ગોર કુવા પાસે કેટલાક મુસ્લિમ યુવકો દ્વારા હિંદુ પદયાત્રીઓ માટે પાણી તથા નાસ્તાની વ્યવસ્થા કરી પદયાત્રીઓ સાથે જય રણછોડના નારા લગાવતા હતા.ડાકોરમાં ફાગણી પૂનમના મેળામાં જતા પદયાત્રીઓને જુદા જુદા નાસ્તા તથા લીંબુ શરબત આપી કોમી એકતાનો એક સંદેશો આપ્યો હતો.

    મુસ્લિમ યુવકો દ્વારા હિંદુ પદયાત્રીઓની સેવામાં ડાકોર જતા પદયાત્રીઓ માટે નાસ્તા તથા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. તે દરમિયાન મુસ્લિમ યુવકોએ જય રણછોડ બોલતા જાઓ અને પ્રસાદી તેમજ નાસ્તો કરતા જાવ તેમ બોલીને કોમી એકતાનો સંદેશો આપવામાં આવ્યો હતો.

(11:34 pm IST)