Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

ચૂંટણીમાં જીત મેળવવા માટે પાટીદારો ઉપર નજર કેન્દ્રિત

નરેશ પટેલ-સીકે પટેલને ટિકિટ મળે તેવી શકયતા : ચૂંટણીમાં પાટીદાર ફેકટરનો લાભ ઉઠાવવાની વ્યૂહરચના

અમદાવાદ,તા. ૧૯ : ગુજરાતમાં એક કરોડથી વધુ પાટીદાર મતો હોવાથી બન્ને રાજકીય પક્ષો એવા ભાજપ અને કોંગ્રેસ પાટીદાર આગેવાનોને ટિકિટ આપવા માટેની હિલચાલ શરૂ કરી છે, ત્યારે ૨૦૧૫ બાદ ગુજરાતમાં વિમુખ થયેલા પાટીદાર મતદારોને ખેંચવા માટે ભાજપે સૌરાષ્ટ્રમાંથી ખોડલધામના પ્રણેતા નરેશ પટેલને અને ઉત્તર ગુજરાતમાંથી વિશ્વ ઉમિયાધામના પ્રણેતા સી.કે.પટેલને ચૂંટણી લડાવવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે. લેઉવા અને કડવા એમ બે જૂથમાં વહેંચાયેલા પાટીદારોને મતદારોની સંખ્યા મુજબ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પટેલ મતો મેળવવા માટે ભાજપે નવી રણનીતિ અપનાવી છે. તો, કોંગ્રેસે પણ આ ચૂંટણીમાં પાટીદાર ફેકટરનો મહત્તમ લાભ ઉઠાવવાની વ્યૂહરચના ઘડી છે. પાટીદારોને લઇ બંને પક્ષમાં હાલ કશ્મકશનો ખેલ ચાલી રહ્યો છે. ૨૦૧૪માં ગુજરાતમાંથી નરેન્દ્ર મોદીની વિદાય બાદ તેમના અનુગામી તરીકે આવેલા આનંદીબેન પટેલ અને રૂપાણીના શાસનમાં પાટીદાર અનામત આંદોલન શરૂ થતાં પાટીદાર સમાજનો કેટલોક હિસ્સો ભાજપ વિરોધી થઈ ગયો હતો. જેના કારણે ૨૦૧૫ બાદ ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપને પાટીદાર મતોનો મોટો ફટકો પડ્યો હતો. એટલું જ નહીં, ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં પણ પાટીદાર મતોના કારણે ભાજપને અપેક્ષા કરતા ઓછી બેઠકો મળી હતી. જ્યારે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની ૨૬માંથી ૧૦ બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ રહેલું છે ત્યારે આ બેઠકો પર વિજય મેળવવા માટે ભાજપે ફરી એકવાર નવી રણનીતિ અપનાવી છે. જેમાં લેઉવા પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલ અને કડવા પાટીદાર સમાજના આગેવાન સી.કે.પટેલ ભાજપ કરતા પણ વધુ પીએમ મોદી સાથે ઘરોબો ધરાવતા હોવાથી લોકસભાની ચૂંટણીમાં પાટીદાર સમાજના બન્ને આગેવાનોને ભાજપમાંથી ચૂંટણી લડવા માટે નરેન્દ્ર મોદી દ્વારા સીધો જ સંપર્ક કરવામાં આવી રહ્યો છે, ત્યારે આ બન્ને આગેવાનોને ભાજપમાંથી ચૂંટણી લડાવીને સૌથી વધુ લેઉવા પાટીદાર મતદાર ધરાવતા સૌરાષ્ટ્ર અને સૌથી કડવા પાટીદાર મતદાર ધરાવતા ઉત્તર ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.અગાઉ સૌરાષ્ટ્રમાં લેઉવા પટેલ સમાજના ખોડલધામના કાર્યક્રમમાં ઉદ્ઘાટક તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બોલવવાના હતા પરંતુ ખોડલધામના કેટલાક પ્રશ્નો અને આગેવાનોની એવી લાગણી હતી કે, ખોડલધામના ઉદ્ઘાટનમાં માત્ર પાટીદાર હોય તેવા નેતાઓને જ આમંત્રણ આપો. જેના કારણે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને બોલાવવાનું કેટલાક પાટીદારોનો સપનું અધુરું રહી ગયું હતું, એટલું જ નહીં મોદીને ખોડલધામમાં નહીં બોલાવવા મુદ્દે નરેશ પટેલે જે તે સમયે ટ્રસ્ટમાંથી રાજીનામું પણ ધરી દીધું હતું. વિશ્વ ઉમિયાધામના પ્રણેતા સીકે પટેલ ભાજપ આગેવાન છે, જેથી સી.કે.પટેલે લોકસભા ચૂંટણી પહેલા ઉમિયાધામના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બોલાવવા માટે પ્રયાસો કર્યા હતા. આ પ્રયાસો સફળ થયા હતા. જેના આધારે હવે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપમાંથી સી.કે.પટેલની ટિકિટ લગભગ નક્કી હોવાનું મનાઇ રહ્યું છે.

 

(8:24 pm IST)
  • ભારતમાંથી હશે મારો આગામી ઉત્તરાધિકારી:બૌદ્ધ ધર્મગુરુ દલાઇ લામાની મોટી જાહેરાત : તિબેટીયન બૌદ્ધ ધર્મગુરુ દલાઇ લામાનું કહેવું છે કે તેમનો ઉત્તરાધિકારી ભારતનો હોઇ શકે :તેઓએ કહ્યું કે તેમણે પોતાના જીવનના 60 વર્ષ ભારતમાં પસાર કર્યા અને અહીંથી તેમનો ઉત્તરાયધિકારી હોઇ શકે છે access_time 1:19 am IST

  • ભરૂચ 108ની ટીમે એમ્બ્યુલન્સમાં મહિલાની સફળ પ્રસુતિ કરાવી:મહિલાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો :108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જતી વખતે માર્ગમાં જ પીડા થતા પ્રસુતિ કરાવવાની ફરજ પડી access_time 8:18 pm IST

  • મહાવીર ચક્ર વિજેતા કેપ્ટ્ન નારાયણ રાવ સામંતનું નિધન :બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ માટે વીરતા પુરષ્કાર મળ્યો હતો : તેઓ એક સબમરીન અને INS કરંજના કમીશનીંગ સીઓ હતા :કમાન્ડર મોહન નારાયણ રાવ સામંત ક્રાફ્ટવાળા એ દળના વરિષ્ઠ ઓફિસર હતા જેઓએ મોગલા અને ખુલના પત્તનોમાં શત્રુઓ પર સૌથી વધુ સફળ હુમલાને અંજામ આપ્યો હતો તેઓ પુણેમાં રહેતા હતા access_time 12:43 am IST