Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

સાવકા પિતાએ 15 લાખમાં વેચી દીધેલી સગીરાને સુરતના ઉધનામાંથી છોડાવાઈ

કોલકાતાની સગીરાને માઉંટઆબૂમાં ઈસમને વેચી હતી :છ દિવસ ગોંધી રખાયેલ સગીરાને સ્થાનિકોએ પોલીસ અને અભયમની મદદથી મુક્ત કરાવી

 

સુરત ;સાવકા પિતાએ 15 લાખમાં વેચી દીધેલી સગીરાને સુરતના ઉધનામાંથી છોડાવાઈ છે ઉધનાના અમૃત નગરમાંથી એક  એપાર્ટમેન્ટમાં 6 દિવસથી ગોંધી રખાયેલી યુવતીને તેના સાવકા પિતાએ 15 લાખમાં વેચી મારી હતી.જે અંગે સ્થાનિકોને જાણ થતાં પોલીસ અને અભયમ હેલ્પલાઈન મારફતે યુવતીને મુક્ત કરાવવામાં આવી હતી કોલકાતામાં રહેતી 15 વર્ષિય યુવતીને તેના સાવકા પિતાએ માઉન્ટ આબુના ઈમસને 15 લાખમાં વેચી દીધી હતી છેલ્લા દિવસથી ગોંધી રખાયેલ યુવતીએ બારીમાંથી અંગ્રેજી ભાષામાં મદદ માંગતી ચિઠ્ઠી લખીને નીચે ફેંકી હતી. જે સ્થાનિકના હાથમાં આવી જતા સ્થાનિકોએ અભયમ હેલ્પલાઈન અને પોલીસની મદદથી યુવતીને છોડાવી હતી

 

 સમગ્ર મુદ્દે ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ઉધના વિસ્તારમાં યુવતીએ ફેંકેલી ચિઠ્ઠી સ્થાનિક રહેવાસીના હાથમાં આવી હતી ચિઠ્ઠી શિવસેનાના પ્રમુખ વિલાસ પાટીલને સ્થાનિકોએ આપી હતી. જેથી વિલાસ પાટીલે સમય સૂચકતા વાપરીને ચાઈલ્ડ હેલ્પલાઈને 1098 પર કોલ કર્યો હતો. સાથે સ્થાનિક પોલીસ અને નગરજનોને સાથે રાખીને યુવતીને મુક્ત કરાવી હતી. .

 

(12:00 am IST)