Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

મેઘરાજ નજીક પોલીસે બાતમીના આધારે 67 પશુઓને કતલખાને લઈ જતી ટ્રકને અટકાવી

અરવલ્લી: જિલ્લામાંથી રાજસ્થાનના કતલખાને પશુઓ લઈ જવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. મેઘરજ નજીક ગેસ્ટહાઉસ નજીકથી રાજસ્થાન કતલખાને ટ્રકમાં લઈ જવાતી ૩૬ ભેંસો પોલીસે કબ્જે કરી છે. ઉપરાંત ત્રણ આરોપીની ધરપકડ કરી છે જ્યારે અન્ય બનાવમાં ચાંદ ટેકરીતી મેઘરજ થઈને રાજસ્થાનના કતલખાને લઈ જવાતો વધુ ૩૧ ભેંસો સાથેનો ટ્રક પોલીસે કબ્જે કર્યો હતો. પોલીસને ચકમો આપીને ત્રણ આરોપી ફરાર થઈ ગયા હતા. પોલીસે બંને બનાવમાં ૨૫ લાખથી પણ વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

 


મોડાસાના ચાંદ ટેકરી તેમજ આજુબાજુના વિસ્તારોમાંથી ગેરકાયદે રીતે પશુધન ભરેલી ટ્રકો મેઘરજ થઈ રાજસ્થાનના જયપુર ખાતે જઈ રહી છે તેવી બાતમી જિલ્લા પોલીસ વડા કે. એન. ડામોરને મળતાં પોલીસ વડાએ મેઘરજ પોલીસને જાણ રતાં મેઘરજ પી.એસ.આઇ. કીર્તન વ્યાસ પોલીસ કુમક મેઘરજના પાદરે આવેલા ગેસ્ટહાઉસ પાસે વોચ ગોઠવી હતી તેવામાં ટ્રક પુરઝડપે આવી પહોંચી હતી.

પોલીસે મેઘરજ ઉન્ડવા માર્ગ ઉપર આડશો મૂકી રોકતા ટ્રકમાંથી ૩૬ ભેંસોને ઝડપી લીધી હતી તેમાંથી પોલીસે તપાસ કરતા ૧૦ ભેંસો મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસે સાડા પંદર લાખનો મુદ્દામાલ કબ્જે કરીને કાર્યવાહી હાથ ધરી હતી. ગુનામાં સંડોવાયેલા નિશારભાઈ કાલુભાઈ, રીજવાન મુલ્તાની, સિકંદર મુલ્તાની મળી ત્રણ આરોપીની મેઘરજ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:14 pm IST)