Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

અભિનેત્રી - નિર્માત્રી - લેખિકા - દિગ્દર્શક - ઉદ્દઘોષક એવા ડો. જયોતિ ઉમેશભાઈ રાજયગુરૂને એવોર્ડ

રાજકોટ : વડોદરા જીલ્લાના ડેસર ખાતે ગુજરાત સ્પોટ્ર્સ યુનિવર્સિટીમાં ગુજરાત રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ અને ગુજરાત રાજય સંગીત નાટ્ય અકાદમીના અધ્યક્ષ શ્રી પંકજભાઈ ભટ્ટની ઉપસ્થિતિમાં ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી તરફથી કલાકારોને ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. જેમાં નાટ્ય ક્ષેત્રનો વર્ષે ૨૦૧૬-૧૭નો પુરસ્કાર મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ડો.જયોતિબેન રાજયગુરૂ (રાવલ)ને એનાયત કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે જયોતિ રાજયગુરૂ ( રાવલ ) વિખ્યાત અભિનેત્રી, નિર્માત્રી, કવિયિત્રી, લેખિકા, દિગ્દર્શક, ઉદદ્યોષક, વકતા અને કાર્યક્રમ સંચાલક છે તેમને પોતાની સાડા ત્રણ દાયકાની નાટ્ય સફર દરમ્યાન સ્ટેજ, ટીવી અને રેડિયો નાટકો મળી ને કુલ ૪૦૦ નાટકોમાં પડકારરૂપ ભૂમિકાઓ ભજવી છે. તેઓ  સ્મૃતિ વંદના અભિનય તાલીમ કેન્દ્ર સંસ્થા અંતર્ગત અનેક નાટ્ય કલાકારોને તૈયાર કરી રહ્યા છે અને શિવમ થીયેટર્સ  કલા  સંસ્થાના સંચાલક, નિર્માત્રી અને દિગ્દર્શક છે. વિખ્યાત નાટ્ય દિગ્દર્શક, નાટ્ય કલાકાર અને ફિલ્મ અભિનેતા શ્રી સુરેશ રાવલ ના તેઓ સુપુત્રી અને નાટ્યકલા ના વારસદાર છે.

તેમની બહુઆયામી કારકિર્દી ની ઝલક અનેકવિધ ત્રિઅંકી, એકાંકી, લઘુનાટકોમાં અભિનય તેમજ નિર્માણ, આકાશવાણી રાજકોટના માન્ય નાટ્ય કલાકાર એ ગ્રેડ, ૨૫૦ થી વધુ રેડિયો નાટકો,  સીલેકશન કમિટી મેમ્બર તથા પૂર્વ સલાહકાર સમિતિ સદસ્ય, સ્ટોક કેરેકટર (ગામનો ચોરો) કૃષિ કાર્યક્રમ, કેઝયુઅલ એનાઉન્સર (૫ વર્ષ).

દુરદર્શન રાજકોટ અને અમદાવાદમાં ૨૦ ટીવી નાટકો , ૧૦ ટેલી ફીલ્મો, ૧૦ નેશનલ ડોકયુમેન્ટરી, કેમેરાની આંખે પત્રમૈત્રી અને લીખીતંગ આપનું દુરદર્શન (૫ વર્ષ), લેખનમાં કોરી આંખોનો દરિયો (એકપાત્રીય અભિનય સંગ્રહ), ૧૦૦ થી વધુ કાર્યક્રમો, ડોકયુમેન્ટરીની સ્ક્રીપ્ટ અને સંવાદ લેખન ૧૦૦ થી વધુ કાવ્યો લખેલા છે તેમજ અનેક જાહેર કાર્યક્રમોમાં વકતા (એકસપર્ટ સ્પીકર) છે. સ્ત્રી સશકિતકરણ તથા યુવાનો માનીતા વિષયો છે.

 તેઓને ૪ નેશનલ ડોકયુમેન્ટરી એવોર્ડ, ગુજરાત રાજય વિજેતા – એકપાત્રીય અભિનય અને એકાંકી નાટક, શ્રેષ્ઠ અભીનેત્રી  એવોર્ડ, ગુજરાત રાજય સંગીત નૃત્ય નાટ્ય અકાદમી, આઉટ સ્ટેન્ડિંગ યંગ પર્સન એવોર્ડ OIP – ગુજરાત જેસીઝ, નારી ગૌરવ એવોર્ડ – ફૂલછાબ, નારી રત્ન એવોર્ડ – દીકરાનું ઘર, ભોજા ભકત વિજય પદ્મ વિજેતા – સૌરાષ્ટ્ર યુનીવર્સીટી, સૌરાષ્ટ્ર યુનીવર્સીટી એકપાત્રીય અભિનય અને ડીબેટ ચેમ્પિયન (૫ વર્ષ) મળી ચૂકયા છે. તેમજ અનેકવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા છે. ડો. જયોતિ ઉમેશભાઈ રાજયગુરૂને (મો. ૯૪૨૮૨ ૦૦૨૫૯) ઉપર શુભેચ્છાઓ વરસી રહી છે.(૩૭.૨)

(11:48 am IST)