Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

વડોદરામાં પેન્ટાઝોસીન શીડ્યુલ ડ્રગ્સના બે કુખ્યાત સપ્લાયર ઝડપાયા :1000 નંગ પેન્ટાઝોસીન ઇન્જેકશનનો જથ્થો મળ્યો

હઝરત એપાર્ટમેન્ટમાં રહેતો નદીમ ઉર્ફે ભોલુ દાઢી અને તેન મિત્ર રઇશ શેખને એસઓજીએ દબોચી લીધા

 

વડોદરા:શહેર પોલીસના સ્પેશયલ ઓપરેશન ગૃપ દ્વારા પેન્ટાઝોસીન શીડ્યુલ ડ્રગ્સના બે કુખ્યાત સપ્લાયરને ઝડપી પાડ્યાં છે.તેની પાસેથી ન્ટાલેબ જે શીડ્યુલ સાયકોટ્રોપીક સબસટન્સની સુચીમાં આવતા કુલ 1000 નંગ પેન્ટાઝોસીન ઇન્જેકશનનો જથ્થો મળી આવ્યો છે.

  અંગેની વિગત મુજબ શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલા અઝબડી મીલ પાસે હઝરત એપાર્ટમેન્ટમાં રહેતો નદીમ ઉર્ફે ભોલુ દાઢી અને તેન મિત્ર રઇશ શેખ બન્ને નશીલા ઇન્જેકશન વેચતા હોવાની માહિતી મળતા એસઓજીની ટીમ દ્વારા ઉપરોક્ત બન્ને શખ્સો ઉપર વોચ રાખી,પુરતી ખાતરી થતા પોલીસે બન્ને શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. જેમાં પોલીસે બન્ને અટકાયત કરી તપાસ કરતા કુલ 1000 નંગ પેન્ટાઝોસીન ઇન્જેક્શન તેમની પાસેથી મળી આવ્યાં હતા

  નશીલા ઇન્જેક્શન ઉત્તર પ્રદેશના ફરૂખાબાદથી મામા (મોન્ટુ)-મામી (પુનમ) નામના શખ્સો પાસેથી 100 ઇન્જેકશન 5000 હજારમાં ખરીદી નશાના આદી થયેલા યુવાન યુવતીઓને એક ઇન્જેક્શન રૂ. 200માં વેચતા હોવાની માહિતી બહાર આવી હતી

   નદીમ વર્ષ 2011માં રફીક ગાય મર્ડર કેસમાં જેનુ નામ ખુલવાથી તેની સંડોવણી બહાર આવી હતી. તથા તેનો મિત્ર રઇશ શેખ પણ વર્ષ 2014માં સીટી પોલીસ સ્ટેશન ખાતે મારામારીના ગુનામાં સંડોવાતા તેની ધરપકડ કરવામા આવી હતી. તેમ ઉપરોક્ત બન્ને શખ્સો ડ્રગ્સના આદી હોવાથી તેઓ ડ્રગ્સનુ નિયમીત સેવન કરતા અને સાથે સાથે વાચણ પણ કરતા પોલીસે તેઓને ઝડપી પાડ્યા છે.

(12:46 am IST)