Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

ચૂંટણી અને લાપરવાહીને લીધે કોરોનાએ વેગ પકડ્યો : કહી ન શકાય કે મહામારી ખતમ થઈ ચુકી : હાઇકોર્ટ

રાજ્ય સરકારને પણ આ મુદ્દે સજાગ રહેવા હાઇકોર્ટનો ટકોર

અમદાવાદ : બોન્ડેડ ડોકટર્સને ફરજિયાત કોવિડ ડ્યુટીના જાહેરનામાને રદ કરવવાની માંગ સાથે દાખલ કરવામાં આવેલી અરજીનો નિકાલ કરતા ગુજરાત હાઇકોર્ટે કહ્યું કે ચૂંટણી અને લાપરવાહીને લીધે કોવિડ વેગ પકડી રહ્યું છે,જેથી કહી ન શકાય કે કોરોના મહામારી ખતમ થઈ ચુકી છે. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આ મુદ્દે સજાગ રહેવાનું કહ્યું છે.

બોન્ડેડ ડૉક્ટર્સને ફરજીયાત કોવિડ ડ્યુટીના જાહેરનામાને રદ કરવાની માંગ કરતી અરજી પર ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે બેલેન્સ રાખવાની જરૂર છે, જેથી વિધાર્થીઓ પરીક્ષાની તૈયારી કરી માટેનો હિત જળવાય અને બીજી તરફ અમે આશા રાખીએ છીએ કે વિધાર્થીઓ પણ સહયોગ કરે. પોલીસ વિધાર્થીઓને ખોટી રીતે હેરાન કરશે નહિ પરંતુ જો વિધાર્થી ડ્યુટી પર હાજર નહિ અને સત્તાધીશ પોલીસ સમક્ષ ફરિયાદ કરશે ત્યારે કાયદાને આધીન પગલાં લઈ શકાશે

 

અગાઉ ગુજરાત હાઇકોર્ટની ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ડિવિઝન બેંચે રાજ્ય સરકારને કહ્યું હતું કે ડોકટર્સ પાસે પોલીસ વાન મોકવી નહિ, આ યોગ્ય નથી. કોલેજના વડા કે હેલ્થ કમિશનરને બોન્ડેડ ડોકટર્સ સામે જો કોઈ કાર્યવાહી કરવી હોય તો 188 હેઠળ ફરિયાદ કરી શકે છે, પરંતુ આવી ફરિયાદ ફરીવાર ન આવી જોઈએ.

અરજદારો વતી એડવોકેટ અનશીન દેસાઈ દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે સેટેલાઈન પોલીસ સ્ટેશનના પીઆઈએ ડોકટરને ફરજ પર હાજર રહેવા મુદ્દે કોલ કર્યો હતો. જેના જવાબમાં ડોક્ટરે કહ્યું હતું કે મેટર ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. પોસ્ટ ગ્રેજ્યુએટ ‘નીટ’ પરીક્ષા એપ્રિલ- 2021માં લેવાશે ત્યારે તેમને રાહત આપવાની જરૂર છે. કોર્ટ દ્વારા સરકારના ફરજીયાત કોવિડ ડ્યુટીના હવે કોવિડની સ્થિતિમાં પણ સુધાર જોવા મળ્યો છે જેથી જાહેરનામાને રદ કરવામાં આવે.

સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એપિડેમીક ડીઝીસ એકટમાં કોઈ એવી જોગવાઈ નથી, જે સરકારને બોન્ડેડ ડોકટર્સને ફરજીયાત કોવિડ ડ્યુટી માટે બોલાવી શકે. સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને કોન્ટ્રાકટ બોન્ડની રકમ સામે ગ્રામીણ વિસ્તારમાં મર્યાદિત સમય માટે સેવા આપી પડે છે.

(12:48 am IST)