Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

સુરતમાં ચૂંટણીને લઈને ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો :4600 જેટલા અધિકારીઓ અને પોલીસકર્મી તૈનાત

 

50 અતિસંવેદનશીલ અને 240 સંવેદનશીલ મતદાન મથકો જાહેર : 3 એડિશનલ સીપી અને 8 ડીસીપી, 20 એસીપી અને 50 પીઆઈને ચૂંટણી બંદોબસ્તમાં:  એસઆરપીએફની 5 કંપની અને 2 કંપની પેરા મીલીટરી ફોર્સની પણ તૈનાત

સુરત મનપા ચૂંટણીને લઈ તમામ તૈયારી કરી દેવામાં આવી છે આ સાથે શહેરમાં ચાંપતો પોલીસ બદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે તમામ તૈયારી કરી દેવામાં આવી છે. શહેરમાં કુલ 822 મતદાન મથકોમાંથી 50 અતિસંવેદનશીલ અને 240 સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરવામાં આવ્યાં છે. આ મતદાન મથકો પર સશસ્ત્ર જવાનો તૈયાત કરવામાં આવ્યાં છે. સાથે જ શહેરમાં 4600 જેટલા અધિકારીઓ અને કર્મચારી જવાનોને તૈનાત કરવામાં આવ્યાં છે

સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું છે કે, સુરત શહેરમાં ચૂંટણી શાતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે શહેરમાં 800 મતદાન મથકો પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 50 અતિસંવેદનશીલ અને 240 સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરવામાં આવ્યાં છે. આ મતદાન મથકો પર સશસ્ત્ર જવાનો તૈયાત કરવામાં આવ્યાં છે. સાથે જ શહેરમાં 4600 જેટલા અધિકારીઓ અને કર્મચારી જવાનોને તૈનાત કરવામાં આવ્યાં છે.

સુરતમાં બંદોબસ્તમાં 3 એડિશનલ સીપી અને 8 ડીસીપી, 20 એસીપી અને 50 પીઆઈને ચૂંટણી બંદોબસ્તમાં રાખવામાં આવ્યા છે. 4500થી વધુ કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવ્યાં છે. જેમાં 3841 હોમગાર્ડના જવાનો એસઆરપીએફની 5 કંપની અને 2 કંપની પેરા મીલીટરી ફોર્સની પણ તૈનાત કરવામાં આવી છે.

પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું છે કે, ચૂંટણી જાહેર થઈ ત્યારથી જ પોલીસ દ્વારા 2323 હથિયારો જમા કરી લેવામાં આવ્યાં છે. સાથે જ 73 નાસતા ફરતા આરોપીને પણ પકડી લેવામાં આવ્યાં છે. 9542 લોકો સામે અત્યાર સુધીમાં અટકાયતી પગલાં લેવામાં આવ્યાં છે. 74 તડીપારને પણ ઝડપી લઈને 71ને પાસા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે. ચૂંટણીની કાર્યવાહી દરમિયાન 587 લિસ્ટેડ બુટલેગર્સ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.

(12:03 am IST)