Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

વલસાડ ડુંગરી પોલીસે કપડાની આડમાં લઇ જવાતો રૂ. 1 લાખનો દારૂ પકડી પાડ્યો

વલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદિપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ ડુંગરી પીએસઆઇ જે. એસ. રાજપુતે ટેમ્પામાંથી રૂ. 1 લાખનો દારૂ પકડી પાડ્યો

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : દમણથી દારૂની હેરફેર અટકાવવા માટે વલસાડ પોલીસે કમર કસી છે. જેમાં ડુંગરી પોલીસે પણ હાઇવે પર નાકાબંધી કરી દારૂના વેપલાને જૈર કરવાની કવાયત હાથ ધરી રૂ. 1 લાખનો દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. જિલ્લા પોલીસ વડા ડો રાજદિપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ ડુંગરી પીએસઆઇ જે. એસ. રાજપુતે હાઇવે નં. 48 પર હાથ ધરેલી નાકાબંધીમાં એક ટેમ્પો (નં. ડીએન-09-આર-9367)ને અટકાવી તેની જડતી લેતાં તેમાંથી કપડાની આડમાં છૂપાવેલો દારૂનો રૂ. 1 લાખની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો. જેના પગલે તેમણે આ બનાવ સંદર્ભે ગુનો દાખલ કરી ચાલક અશોક કેવટની ધરપકડ હાથ ધરી હતી.

(7:19 pm IST)