Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

મેઘરજ તાલુકાના રાયવાડાની 30 વર્ષીય મહિલાને રાજસ્થાનના સાસરિયાએ શારીરિક માનસિક ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા પરિણીતાએ પોલીસનો સહારો લીધો

મેઘરજ તાલુકાના રાયાવાડા ગામની ૩૦ વર્ષીય મહિલાના લગ્ન છ વર્ષ અગાઉ સમાજના રીતરીવાજ મુજબ રાજસ્થાનના સરથુના ગામે મોતિ કાળુ ડામોર સાથે થયા હતા. મહિલાનો પતિ મોતિ સલુંબરમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. મોતિ ડામોર મહિલા સાથે લગ્ન જીવનના શરૂઆતના દિવસોમાં સારુ રાખતો હતો અને લગ્નના બે વર્ષ પછી મહિલા સાથે નાની નાની વાતોમાં હેરાન પરેશાન કરી ગાળો બોલી મારઝૂડ કરી માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. તા. ૨૬-૧૨-૨૦૨૦ના રોજ મહિલા ચા બનાવતી હતી અને મહિલાએ તેના પતિને પૂછ્યું કે તમને ચા આપુ જેથી મોતિ ડામોરે કહ્યું કે ભાભીને ત્યાં ચા પીને આવ્યો છું જેથી મહિલાએ કહ્યું કે સમાજના માણસોએ ત્યાં જવાની અને વાત કરવાની ના પાડી હોવા છતાં તમે કેમ જાઓ છો તેમ કહેતા મહિલાનો પતિ એકદમ ઉશ્કેરાઈ જઈ મહિલાને માર માર્યો હતો. મહિલાના પતિનું ઉપરાણુ લઈ મહિલાના સસરા કાળુભાઈસાસુ જશીબેન આવી મહિલાને ગડદાપાટુનો માર મારવા અને મહિલા ઘરમાં જતી રહી હતી અને મહિલાને પેઢાના ભાગે વાગતા પાંચ દિવસ મહિલા પથારીમાં રહી હતી અને તા. ૧-૧-૨૦૨૧ના રોજ સવારના મહિલાનો પતિ અને સાસુ સસરાએ મહિલા સાથે ઝઘડો કર્યો છે અને કહેતા હતા કે તારે અહીંયા રહેવાનું નથી. તારા પિયરમાં જતી રે નહિતો તને કેરોસીન છાંટી સળગાવી મુકીશું તેવી ધમકીઓ આપી હતી અને નજીકમાં રહેતા મહિલાના જેઠ બાબુલાલ અને તેની પત્ની લીલા આવી મહિલાના પતિની ચઢામણી કરી કહેતા હતા કે આને અહીયાથી કાઢી મુકો અમે તમારી સેવા કરીશું. આમ મહિલાના પતિની ચઢામણી કરતા મહિલાના પતિએ મહિલાન ેતેની દીકરી સાથે ઘરમાંથી કાઢી મુકી હતી. મહિલા તેના પિયર રાયાવાડા ગામે આવી ગઈ હતી. મહિલાના પતિના આડા સંબંધને લઈને મહિલા અને તેના પતિ સાથે અવારનવાર ઝઘડા થતા હતા જેથી મહિલા પોતાના સાસરીયાઓથી કંટાળી મેઘરજ પોલીસ મથકે પોતાના પતિ ડામોર મોતિ કાળુસસરા કાળુ અમરાસાસુ જશી કાળુજેઠ બાબુકાળુજેઠાણી લાલી બાબુતમામ રહે. સરથુનાતા. સિમલવાડાજી.ડુંગરપુર રાજસ્થાન સામે ફરિયાદ નોંધાવી હતી.

(5:16 pm IST)