Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

વિજાપુર તાલુકાના ચોરવાડ ગામે દીકરીની મશ્કરી કરતા નરાધમોને ઠપકો આપનાર પિતા પર ત્રણ શખ્સોનો તલવારથી જીવલેણ હુમલો:પોલીસ ફરિયાદ દાખલ

વિજાપુર:તાલુકાના ચોરવાડ ગામના શખસની દિકરીની મશ્કરી કરતાં ઠપકો આપવા જતાં મામલો બીચક્યો હતો અને ઉશ્કેરાઇ જઇ તારી દિકરીને ઉપાડી જઇશ તેમ કહી ત્રણ શખસોએ તલવાર, લાકડીઓ તેમજ ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતી ફરિયાદ લાડોલ પોસ્ટેમાં નોંધાવાઇ છે. 

વિજાપુર તાલુકાના મોરવાડ ગામમાં રહેતા ઠાકોર ચતુરજી શંકરજીની દિકરીની ઠાકોર આકાશજીએ મશ્કરી કરી હતી. જે બાબતે ઠપકો આપવા જતાં ઠાકોર આકાશ ભવાનજી ઠાકોર રેખાબેન ભવાનજી બંને રહેવાસી મોરવાડ તથા માજીદ નામના શખસો એક સંપ થઇ કહેવા લાગ્યાકે તારી દિકરીને ઉપાડી જઇશ તેવું કહેલ જેની અદાવાત રાખી ઠાકોર આકાશજી હાથમાં તલવાર લઇ આવી ઠાકોર ચતુરજીના માથાના ભાગે મારી હતી તેમજ રેખાબેન ધોકો લઇ આવી ખભાના ભાગે ફટકારેલ આ ઝઘડામાં છોડાવવા ગયેલ જાલમજીને પણ લાકડીઓથી માર માર્યો હતો. તેમજ માજીદ નામના શખસે ગડદા પાટુનો માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતો ત્રણેય સામે લાડોલ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ છે.

(5:15 pm IST)