Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

સુરતના સરથાણા ખાતે સીમાડાના નાકે બિલ્ડિંગમા કામ કરતા શ્રમજીવીનું 2 વર્ષનું બાળક 12માં માળેથી નીચે પટકાતા ગંભીર ઇજાથી મોત

સુરત: શહેરના સરથાણા ખાતે સીમાડા નાકે એક નિર્માણાધીન બિલ્ડિંગમાં કામ કરતા શ્રમજીવી દંપતીનો 2 વર્ષનો બાળક 12 માં માળે રમતા રમતા દીવાલ ઉપર ચઢી જતા નીચે પટકાઈ ગયો હતો અને ઉપરથી પડેલા બાળક નીચે કામ કરી રહેલા એક મજુરની પીઠ ઉપર પટકાયો હતો. બાળકને ગંભીર ઈજા થતા મોત થયું હતું જ્યારે મજૂરને પણ ઈજા પહોંચી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૂળ છત્તીસગઢના વતની અને હાલમાં સરથાણાના સીમાડા નાકા ખાતે આવેલ સેતુબંધ હિલ્સ નામની નવી બંધાતી બિલ્ડિંગ સાઇટ પર રહેતા હલેશ્વર યાદવ અને તેમની પત્ની શુક્રવારે સવારે બિલ્ડિંગના બારમા માળે કડિયા કામ કરવામાં મશગૂલ હતા અને તેમનો બે વર્ષનો પુત્ર 12 મા માળે રમી રહ્યો હતો ત્યારે માસુમ બાળક રમતા રમતા એક ફૂટની દીવાલ ઉપર ચડી ગયો હતો ત્યાંથી તેનું બેલેન્સ ખોરવાતા નીચે પટકાયો હતો. તે સમયે નીચે કામ કરી રહેલા એક મજુરની પીઠ ઉપર બાળક પડ્યો હતો. 

જેમાં બાળક ગંભીર રીતે ઈજા થઈ હતી અને મજુરને પીઠના ભાગે ઈજા થઇ હતી. બંનેને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન બાળકનું મોત થયુ હતું. આ અંગે સરથાણા પોલીસે વધુ તપાસ કરી રહી છે.

(5:12 pm IST)