Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

વડોદરાના વાસણા રોડ નજીક દુકાનની બહાર પાર્ક કરેલ કારમાંથી ગઠિયો પર્સ ઉઠાવી ફરાર થઇ જતા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી

વડોદરા: શહેરના વાસણારોડ વિસ્તારની એક દુકાન  બહાર પાર્ક કરેલી કારમાંથી કોઇ ગઠિયો પર્સ ઉઠાવી જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

મહેસાણા ખાતે રહેતા વિષ્ણુભાઇ પટેલે પોલીસને કહ્યું છે કે,મારા પુત્રની મહારાજા ચોકડી પાસે પ્રોવિઝન સ્ટોર આવેલી હોવાથી હું અને મારા પત્ની કારમાં દુકાનનો સામાન મુકવા આવ્યા હતા.

સામાન મુકી અમે ઝાડેશ્વર બીજા પુત્રને ત્યાં ગયા હતા.જે દરમિયાન કારમાં મુકેલું પર્સ જોવા મળ્યું નહતું.જેથી કોઇ ચોર દુકાન પાસે કારમાંથી રૃા.૧.૧૦ લાખની રોકડ રકમ સાથેનું પર્સ ચોરી ગયો હતો.

(5:12 pm IST)