Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

ગિરનાર રોપ વે ગુજરાત સ્થાપના દિવસ પર પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરવા કવાયત

અમદાવાદ : ગુજરાતનાં સ્થાપના દિવસ પર વડાપ્રધાન મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ ગિરનાર રોપ વે પુર્ણ થવાની શકયતા સેવાઈ રહી છે 

ભારતમાં સૌથી વધુ 2126.40 મીટરની લંબાઈ ધરાવતા ગિરનાર રોપ-વે માટે 1 મે 2007માં વડાપ્રધાન મોદીએ ખાતમુર્હત કર્યું હતું. તે રોપ-વેની આગામી એપ્રિલ 2020માં કામગીરી પૂરી થવાની આશા ઈજનેરોએ વ્યક્ત કરી છે

  1લી મે 2020 ગુજરાત સ્થાપના દિનના દિવસે વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કરવા કવાયત ચાલી રહી છે ત્યારે રાજ્ય સરકાર અને ઉષા બ્રેકો કંપની દ્વારા રોપ-વે ના અંતિમ કામની પુરજોશમાં કામગીરી ઉપાડવામાં આવી છે.

   પાવાગઢ અને અંબાજી મંદિર કરતાં ગિરનારમાં આવેલો રોપ વેનો પ્રોજેક્ટ સૌથી અલગ હશે. ભવનાથમાં ગિરનાર રોપ-વેના લોઅર સ્ટેશનથી અંબાજી અપર સ્ટેશન સુધીની 900 મીટરની ઉંચાઈ છે. તેના માટે 9 તોતિંગ પોલ ઉભા કરવામાં આવ્યા છે, આ રોપ વે ઉભા કરવા માટે જેને પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો છે. રોપની લંબાઈ લગભગ દોઢ કિલોમીટર લાંબી છે.

   ગિરનાર પર બની રહેલી રોપ વે દેશની સૌથી મોટી રોપ વે હશે કારણે કે આ રોપ વે ની લંબાઈ લગભગ દોઢ કિલોમીટરની છે. જેમાં 1 ટ્રોલીને પહોંચતા 8 મિનિટ જેટલો સમય લાગશે.જમીનથી 800 મીટર જેટલી ઉંચાઈ સુધી લોકો જઈ શકશે. દર 36 સેકન્ડે ટ્રોલી ઉપડશે અને ટ્રોલી આવશે.આ રોપ વેનું કામ જાણીતી કંપની ઉષા બ્રેકો દ્રારા કરવામાં આવી રહ્યું છે.

(10:24 pm IST)