Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

શ્રી માધ્યમિક શાળા વિરમગામમાં ધોરણ ૧૦ અને ૧૨નાં વિદ્યાથીઁઓનો શુભેચ્છા સમારંભ યોજાયો

ધોરણ ૧૦ અને ૧૨ નાં વિદ્યાથીઁઓને બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ માટે શુભકામનાઓ પાઠવાઈ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા )  વિરમગામ : શ્રી માધ્યમિક શાળા વિરમગામ (દિવ્ય જ્યોત વિદ્યાવિહાર) ખાતે ધોરણ:૧૦ અને ૧૨નાં વિદ્યાથીઁઓનો શુભેચ્છા સમારંભ યોજાયો હતો.

  શ્રી માધ્યમિક શાળા વિરમગામનાં સંચાલક વજુભાઈ ડોડીયા (પુર્વ  ધારાસભ્ય) અને નવદિપભાઇ ડોડીયાની ઉપસ્થિતિ આયોજિત કાર્યક્રમમાં ધોરણ ૧૦ અને ૧૨ નાં વિદ્યાથીઁઓને બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. વિદ્યાર્થીઓના શુભેચ્છા સમારંભમાં મોટી સંખ્યામાં ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

(9:37 pm IST)