Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

ગાંધી આશ્રમ ૨૩મી સુધી સામાન્ય લોકો માટે ખુલ્લો

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમમાં કેટલાક ફેરફારની સંભાવના : સ્ટેડિયમ તેમજ સાબરમતી આશ્રમ ખાતે તૈયારીઓ જારી

અમદાવાદ, તા.૨૦ : સાબરમતી આશ્રમના સંદર્ભમાં માહિતી આપવામાં આવી છે કે ઐતિહાસિક સાબરમતી આશ્રમને સામાન્ય લોકો માટે ૨૩મી ફેબ્રુઆરી સાંજે વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવશે. ૨૪મીના દિવસે સામાન્ય લોકો માટે આશ્રમને બંધ રાખવામાં આવશે. સાબરમતી આશ્રમ ખાતે સત્તાવાળાઓએ સંદર્ભમાં ચાલી રહેલી અટકળોનો અંત આણ્યો છે. બીજી બાજુ એેવા અહેવાલ પણ મળી રહ્યા છે કે ગાંધીઆશ્રમના સંદર્ભમાં કાર્યક્રમોમાં ફેરફાર થઈ શકે છે. દિલ્હીમાં પણ ટ્રમ્પના કેટલાક કાર્યક્રમો રહેલા છે. સાબરમતી આશ્રમની તેમની યાત્રાના સંદર્ભમાં કેટલીક દુવિધાઓ હજુ પણ રહેલી છે.

         અમદાવાદની યોજનાઓને આખરી આપવામાં આવી રહ્યો છે. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં મોદી સાથે અમેરિકી પ્રમુખ રહેનાર છે. તેમનો કાફલો પણ રહેશે. સપ્ટેમ્બર ૨૦૧૯માં જે રીતે હોસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમનું આયોજન થયું હતું તેવી રીતે કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં ટ્રમ્પ લાખોની સંખ્યામાં ઉપસ્થિત લોકોને સંબોધન કરનાર છે. આને લઈને સ્ટેડિયમની આસપાસ અભૂતપૂર્વ સુરક્ષા ગોઠવાઈ છે.

(8:39 pm IST)